માનવકલ્યાણ માટે સામુહિક પ્રયાસો જરૂરીઃ સંત બાલકદાસ

September 12, 2018 at 4:57 pm


રાજપુરોહીત સમાજના બાલબ્રûચારી દયાળુ સંત બાલકદાસજી મહારાજે ચાતુર્માસ મંગલ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભકતોને સંબોધીત કરતા કહ્યું હતું કે માનવકલ્યાણ માટે તમામે સહિયારા પ્રયાસો કરવા જોઈએ. તેમણે એમ પણ કહયું કે લોકોએ સકારાત્મક વિચારો દ્વારા આ પ્રયાસો કરવા જોઈએ.

શ્રીખેતેશ્વર આશ્રમ કાસીમીરા ખાતે ચાલી રહેલા ચાતુર્માસ દરમ્યાન સેવા કરનારા લાભાર્થી પરિવારોમાં પી.એચ.પુરોહિત આદર્શ હોટલ ચેરીટીઝના ન્યાસી વિનોદકુમાર અને જગદીશ પુરોહિત બસંતની સાથે મગનભાઈ, આરાધના પરિવાર સિન્દરલી અને ભંવરસિંહ પાંચલોડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજપુરોહિત ડોટ કોમના જગદિશ પુરોહિતે સમાજના ભાઈઆેનો આભાર વ્યકત કર્યો હતો. આખો દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં કિર્તન અને પ્રવચનનો અનેક લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન આકાશવાણી મુંબઈના રાજેશ રાજપુરોહિત ઘુરાસણી, સી.એ.કિરણસિંહ ભાસુન્ધા, બાબુસિંહ રાજગુરુ પરાખીયા, રામસિંહ ધરમધારી, રાજુસિંહ ભાદરલાઉ, મનોજકુમાર દાસપા, બાબુસિંહ માદડી, હિટલરસિંહ બારવા, ઉદયસિંહ થોબ અને રાજપુરોહિત ખેતેશ્વર સેવા સંસ્થાના તમામ પદાધિકારીઆેએ જહેમત ઉઠાવી હતી.

Comments

comments

VOTING POLL