માનવજાતનો મોટો દુશ્મન બન્યો તણાવ: ભૂલવાની બિમારીનું પ્રમાણ વધ્યું

May 3, 2018 at 11:12 am


માનસિક તાણ, ટેન્શન અને સ્ટ્રેસ થોડો-ઘણો તો બધાને હોય છે પરંતુ તે જ્યારે વધી જાય છે તો ગંભીર રીતે માનસિક અને શારીરિક નુકસાન જાય છે. એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે મગજનો હિસ્સો જે વસ્તુઓને યાદ રાખવાનું કામ કરે છે જેને ડોક્ટરોની ભાષામાં ‘હિપોકેમ્પસ’ કહેવામાં આવે છે તે સંકુચિત થતો જઈ રહ્યો છે. આ સમસ્યા યુવાવસ્થામાં વધુ જોવામાં આવી રહી છે જેના કારણે ભૂલવા જેવી બીમારીઓ પણ થઈ રહી છે.
આ અંગે રામ મનોહર લોહિયા હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ ડો.વિકાસ ધિકવ જણાવે છે કે ગત વર્ષે આર.એમ.એલ.ના ન્યુરોલોજી વિભાગે એક રિસર્ચ કર્યું હતું. તેમાં 68 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતાં. આ રિસર્ચનો હેતુ એ જોવાનો હતો કે કેટલા ટકા લોકો તણાવમાં છે અને તેની મગજ ઉપર શું અસર પડે છે ? દોઢ વર્ષ સુધી ચાલેલા આ રિસર્ચના પરિણામ અત્યંત ચિંતાજનક આવ્યા હતાં. રિસર્ચમાં એ વાત સામે આવી હતી કે આ 67 દર્દીઓમાંથી 30 ટકા દર્દી એવા જોવાયા હતા જેમને તણાવ છે. આ તણાવને કારણે તેમના મગજનો હિપોકેમ્પસ સંકુચિત થતો જઈ રહ્યો છે.
ડો.ધિકવે જણાવ્યું કે રિસર્ચમાં તમામ દર્દીઓના દિમાગનું એમઆરઆઈ કરવામાં આવ્યું અને એમઆરઆઈ કયર્િ બાદ તેમના હિપોકેમ્પસને માપવામાં આવ્યું હતું. જે લોકોમાં તણાવ ન બરાબર હતો તેમની હિપોકેમ્પસ સાઈઝ સામાન્ય હતી અને જેમને તણાવ હતો તેમનું હિપોકેમ્પસ સંકુચિત થઈ ગયું હતું જેના કારણે યુવાવસ્થામાં જ તેમને ભૂલવાની બીમારી થઈ રહી છે.
ડો.ધિકવ જણાવે છે કે ઘણા લોકો એવા છે જે દરેક વખતે ઉદાસ રહે છે. તેમની ઉદાસીનું કારણ કોઈ પણ હોઈ શકે છે. તેમની સાથે જે લોકો એકલા રહે છે અથવા પરિવારમાં હોવા છતાં માત્ર ફોન ઉપર આંખો ચોંટાડીને રાખે છે અને કોઈ સાથે વાત નથી કરતાં તેમનામાં પણ તણાવનું સ્તર ઘણું ઉંચું જોવામાં આવ્યું છે. આ સાથે જ નકારાત્મક વિચાર, સ્વભાવ ચીડચીડો થવાથી પણ તણાવનો ખબરો વધી જાય છે.
જ્યારે આપણે કોઈ વસ્તુ અંગે વધુ વિચાર કરીએ છીએ અને એ ચીજને લઈને તણાવમાં આવી જઈએ છીએ ત્યારે આપણા મગજમાં સિરમ કોટિસોલ વધી જાય છે. સિરમ કોટિસોલ તણાવનું હોર્મોન હોય છે જેના વધવાથી તણાવ પણ વધી જાય છે. આ હોર્મોન લોકોને આત્મહત્યા સુધી દોરી જાય છે એટલા માટે કોશિશ કરવી જોઈએ કે એવી કોઈ વસ્તુ અંગે ન વિચાર કરીએ કે જેનાથી તણાવ વધે.
તણાવને દૂર કરવા માટે સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે દિલ તથા દિમાગમાં જો એ વાત આવે છે તો તેને લોકો સાથે શેયર કરવામાં આવે. જો બધા સાથે શેયર ન કરી શકાય તો કોઈ એક વ્યક્તિ કે જેના ઉપર વિશ્ર્વાસ હોય તેને કહી શકાય છે. આ સાથે જ યોગ, મેડિટેશન અને કસરતનો સહારો પણ લેવો જોઈએ.

Comments

comments

VOTING POLL