મામા કોઠા રોડ પર જયોતિષને લૂંટી લેનાર શખ્સો નેત્રના કેમેરામાં કેદ

May 25, 2019 at 2:52 pm


ભાવનગરમાં અસામાજિક તત્વોને કાયદાનો ડર ન હોય તેમ ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે. ગુરૂવારે ધોળા દિવસે દૂઘના એજન્ટને લૂંટી લીધાની ઘટના તાજી છે ત્યાં રાત્રીના સુમારે મામા કોઠા રોડ પરથી એકટીવા લઇ પસાર થઇ રહેલા એક યોતિષને આંતરી બાઇક સવાર ત્રણ શખ્સોએ રોકડ રકમ અને મોબાઇલની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકે તપાસ હાથ ધરતાં મહત્વની કડી હાથ લાગી છે. વધુમાં આ બનાવમાં કોઇ રીઢા આરોપીઓ નહીં પરંતુ નવાણિયા કે લવરમુછીયા શખ્સો હોવાનું પોલીસનું અનુમાન છે.
આ બનાવ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના સુભાષનગર જુની પીપલ્સ સોસાયટી ખાતે રહેતા યોતિષ કર્મકાંડી સુરેશભાઇ નાનાલાલ પંડા (ઉં.વ.૬૩) મઘરાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે એકટીવા લઇને રેલવે સ્ટેશન જવા નિકળ્યા હતા ત્યારે મામા કોઠા રોડ પર અંબિકા કન્યા શાળા નજીક પહોંચતા બાઇક પર સવાર થઇ આવેલા ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના ત્રણ શખ્સોએ યોતિષ સુરેશભાઇને આંતરી કાઠલો ઝાલી ધમકાવી તેના ખિસ્સામાં રહેલ રૂા.૨૫૨૦૦ તેમજ મોબાઇલ ફોનની લૂંટ ચલાવીને બાઇક પર ફરાર થઇ ગયા હતા. યોતિષ સુરેશભાઇ રેલવે સ્ટેશન જઇ રહ્યા હતા ત્યારે મહિલા કોલેજથી આ શખ્સો તેમની પાછળ આવી રહ્યા હતા અને મામા કોઠા રોડ પર પહોંચતા સુમસામ રસ્તાનો લાભ લઇ સુરેશભાઇને આંતરી પોતાનો મનસુબો પાર પાડો હતો. બનાવ અંગે ભોગ બનનાર યોતિષએ ગંગાજળીયા પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી કલમ ૩૯૨, ૫૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધાવતા વધુ તપાસ પીઆઇ આર.જે.શુકલાએ હાથ ધરી છે.
આ બનાવમાં તપાસનીશ પોલીસ અધિકારી પીઆઇ શુકલા પાસેથી ઉપલબ્ધ વિગતો મુજબ લૂંટારૂ ત્રણ શખ્સો નેત્ર કેમેરામાં આવી ગયા છે અને તેના આધારે તેની ઓળખ કરી તેને ઝડપી લેવા તજવીજ શરૂ છે. વધુમાં તેમના જણાવ્યા મુજબ આ બનાવમાં સંડોવાયેલા શખ્સો નવાણિયા હોવાનું પોલીસને અનુમાન છે

Comments

comments

VOTING POLL