માયાવતીના ભાઈનાે 400 કરોડનાે પ્લોટ કબજે કરાયો

July 18, 2019 at 8:11 pm


ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમત્રી અને બહુજન સમાજ પાટીૅના વડા માયાવતીની મુશ્કેલીઆે સતત વધી રહી છે. આજે ઇન્કમટેક્સ વિભાગે માયાવતીના ભાઈ અને ભાભી સામે જોરદાર કાર્યવાહી હાથ ધરી હતી. માયાવતીના ભાઈ અને તેમના પÂત્નની સામે કાર્યવાહી હાથ ધરીને બેનામી પ્લોટ કબજે કરી લીધો છે. આ પ્લોટની કિંમત 400 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આનાે મતલબ એ થયો કે, ઇન્કમટેક્સ વિભાગે આનંદકુમાર પર કાર્યવાહી કરીને કરીતે તેમની કમર તાેડી નાંખી છે. સાત એકર વિસ્તારમાં ફેલાયેલા આ પ્લોટને જપ્ત કરીને ખળભળાટ મચાવી દીધો છે. ઇન્કમટેક્સ વિભાગે આ કાર્યવાહી નાેઇડામાં હાથ ધરી છે. એમ માનવામાં આવે છે કે, માયાવતીના ભાઈ આનંદકુમાર અને તેમના ભાભી વિચિત્રલત્તાના બેનામી પ્લોટને જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી માયાવતી માટે વધારે પરેશાની ઉભી કરી શકે છે. માયાવતીએ હાલમાં જ પાેતાના ભાઈ આનંદકુમારને પાટીૅના રા»ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સાેંપી હતી. માયાવતીના ભાઈ આનંદકુમાર પણ નાેઇડા આેથોરિટીના કોઇ સમયે નાનકડા કર્મચારી તરીકે હતા. માયાવતી સત્તામાં આવ્યા બાદ આનંદકુમારની સંપિત્ત રેકોર્ડગતિએ વધી હતી. તેમના ઉપર બનાવટી કંપની ઉભી કરીને કરોડો રૂપિયાના લોન લેવાના આરોપાે મુકવામાં આવી ચુક્યા છે. એમ માનવામાં આવે છે કે, તેઆેએ એક બનાવટી કંપની ઉભી કરી હતી. 2007માં માયાવતીની સરકાર આવ્યા બાદ આનંદકુમારે એક પછી એક 49 કંપનીઆે ખોલી હતી. 2014માં તેઆે 1316 કરોડજ રૂપિયાના માલિક બની ગયા હતા. આનંદ ઉપર રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને કરોડો રૂપિયા ઉભા કરવાનાે પણ આક્ષેપ થઇ ચુક્યો છે. આ મામલામાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઇડી દ્વારા પણ તપાસ ચાલી રહી છે. આનંદકુમાર નવેમ્બર 2016માં એ વખતે વધુ ચર્ચામાં આવ્યા હતા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાેટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. તે વખતે તેમના ખાતામાં એકાએક 1.43 કરોડ રૂપિયા જમા થયા હતા. આટલી જંગી રકમ તેમના ખાતામાં આવ્યા બાદથી તેઆે તપાસ સંસ્થાઆેની નજર હેઠળ આવી ગયા હતા. તપાસ સંસ્થાઆેએ પહેલા પણ આનંદકુમારના આવાસ અને આેફિસ ઉપર અગાઉ દરોડા પાડâા હતા. નાેટબંધી દરમિાયન આનંદકુમાર સામે સકંજો મજબૂત કરાયો હતાે.

Comments

comments

VOTING POLL