માયાવતીની વડાપ્રધાન બનવાની ઈચ્છા ધૂળમાં મળી ગઈ

May 24, 2019 at 10:57 am


માયાવતીએ વડા પ્રધાન બનવાની ઈચ્છા ક્યારેય વધારે શબ્દોમાં વ્યક્ત નહોતી કરી, પરંતુ લોકસભાની ચૂંટણીનાં પ્રચાર અભિયાન દરમિયાન તેમણે એવા પૂરતા સંકેત આપ્યા હતા કે જો વિપક્ષ ભાજપ્નો રથ રોકવામાં સફળ રહેશે તો તેઓ વડા પ્રધાનપદની સ્પધર્મિાં હશે. દા.ત આંબેડકરનગર ખાતે યોજાયેલી એક સભામાં માયાવતીએ એ યાદ તાજી કરી હતી કે ભૂતકાળમાં તેઓ આ બેઠક પરથી લોકસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં. સમય જ કહેશે જો બધું સારી રીતે પાર પડશે તો મારે અહીંથી ફરી ચૂંટણી લડવી પડશે.

જો દિલ્હીનો માર્ગ ખુલ્લો થાય તો શક્યતા છે કે તેઓ બાદમાં અહીંથી ચૂંટણી લડીને સંસદમાં પહોંચશે, એમ તેમણે કહ્યું હતું. જોકે, ચાર વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહેલાં માયાવતી માટે આ વખતની લોકસભાની ચૂંટણીનાં પરિણામો નિરાશાજનક રહ્યાં છે. વર્ષ 1995માં માયાવતી જ્યારે પ્રથમ વખત ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન બન્યાં હતાં ત્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહરાવે તેમને લોકશાહીનો ચમત્કાર લેખાવ્યા હતા. ભાજપે ઉત્તર પ્રદેશમાં બસપા અને સપાના ગઠબંધનને ધોબીપછાડ આપી છે.

જોકે, માયાવતીનાં પક્ષે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં બસપાને એક પણ બેઠક નહોતી મળી.

Comments

comments

VOTING POLL