માયા અને મુલાયમ: દુશ્મન મટી દોસ્ત

April 20, 2019 at 8:51 am


રાજકારણમાં કોઈ કોઈના કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન નથી હોતા તે મુલાયમસિંગ અને માયાવતીએ સાબિત કરી દીધું છે. બીજી જૂન-1995થી રાજકીય દુશ્મન બની ગયેલાં આ બંને કદાવર નેતાઓ 34 વર્ષ પછી મૈનપુરી મતવિસ્તારમાં એક સાથે મંચ ઉપર દેખાય હતા. બંને એક જ મંચ ઉપર હતા તેટલું જ નહિ પણ એક બીજાના વખાણ પણ કયર્િ હતા. આ બંને નેતાઓના આ રાજકીય મિલનને ઘણું મહત્વ આપવામાં આવે છે.
જાહેર સભામાં માયાવતીએ મતદારોને મુલાયમસિંગને વિજયી બનાવવા અપીલ કરી હતી તો મુલાયમસિંગે પણ માયાવતીનો અહેસાન ક્યારેય નહીં ભૂલું તેમ કહીને એક બીજાને મિચ્છામિ દુકડડમ કહી દીધું હતું.સામાન્ય રીતે ચૂંટણી સમયે દુશ્મનના દુશ્મન દોસ્ત બની જાય છે અને આવું જ ઉત્તર પ્રદેશમાં થઇ રહ્યું છે. માયાવતીને કોંગ્રેસ અને ભાજપ સામે વાંધો છે અને મુલાયમસિંગના પુત્ર અખિલેશ યાદવે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. આવી સ્થિતિમાં નવા સમીકરણો રચાયા છે અને ઉત્તર વધુમાં વધુ બેઠક જીતવા માટે પ્રયાસો થઇ રહ્યા છે.
24 વર્ષથી કટ્ટર હરીફ રહેલા સમાજવાદી પક્ષના સ્થાપક મુલાયમસિંહ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના વડાં માયાવતી મૈનપુરીમાં યોજાનારી સંયુકત રેલીમાં એક મંચ પર સાથે જોવા મળ્યા હતા. ઉત્તર પ્રદેશમાં ભાજપ સામેના જોડાણના નેતાઓ વચ્ચે એકતા છે તેવો સંદેશ આપવા બંને પીઢ નેતા એક મંચ પર હાજર રહ્યા હતા. .1995માં સપાના કાર્યકરોએ લખનઊના સરકારી ગેસ્ટહાઉસમાં માયાવતી પર કથિત રીતે હુમલો કર્યો હતો તે પછી મુલાયમસિંહ યાદવ અને માયાવતી એકબીજાનાં કટ્ટર હરીફ બન્યાં હતાં.મૈનપુરી લોકસભા બેઠક પરથી મુલાયમસિંહ ચૂંટણી લડી રહ્યા છે. દેવબંધ, બદાઉં અને આગ્રામાં યોજાયેલી ત્રણે પક્ષની સંયુક્ત રેલીમાં મુલાયમસિંહે હાજરી આપી ન હતી. બસપા સાથે જોડાણ સામે મુલાયમસિંહનો વિરોધ હોવાથી તેમણે ત્રણે સંયુક્ત રેલીમાં હાજરી આપી ન હતી તેવું કહેવામાં આવે છેે. મૈનપુરી સંયુક્ત રેલીમાં પણ મુલાયમસિંહ હાજર રહેવા માગતા ન હતા પણ તેમના પુત્ર અને સપાના વડા અખિલેશ યાદવે તેમને મનાવી લીધા હતા અને મુલાયમસિંહ રેલીમાં હાજર રહેશે તેવું જાહેર કર્યું હતું.

Comments

comments