મારા મતવિસ્તારમાં જાતીવાદની વાતો કરનારની ધોલાઈ થશેઃ ગડકરીનું વિવાદી નિવેદન

February 11, 2019 at 10:55 am


કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી એ હળવા અંદાજમાં કહ્યું કે મારા ક્ષેત્રમાં જાતિવાદ માટે કોઇ જગ્યા નથી. તેમણે કાર્યકતાર્આેને ચેતવણી પણ આપી દીધી છે કે જાતિ અંગે વાત કરનારની ધોલાઇ કરશે. પિંપરી ચિંચવાડમાં પુનરુત્થાન સમરસતા ગુરુકુલમ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા એ કહ્યું કે સમાજને આર્થિક અને સામાજિક સમાનતાના આધાર પર સાથે લાવવા જોઇએ અને તેમાં જાતિવાદ અને સાંપ્રદાયિકતાની કોઇ જગ્યા હોવી જોઇએ નહી.

નાગપુર લોકસભા સીટ પરથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગડકરી એ કહ્યું કે અમે જાતિવાદમાં વિશ્વાસ કરતા નથી. મને નથી લાગતું કે તમારા ત્યાં શું છે, પરંતુ અમારા પાંચ જિલ્લામાં જાતિવાદની કોઇ જગ્યા નથી કારણ કે મેં બધાને ચેતવણી આપી દીધી છે કે જો કોઇ જાતિની વાત કરશે તો હું તેમને ધોઇ નાંખીશ.

આપને જણાવી દઇએ કે તાજેતરમાં ગડકરી પોતાના કેટલાંય નિવેદનો માટે ચર્ચામાં રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી એ ગયા મહિને મુંબઇમાં એક કાર્યક્રમ દરમ્યાન નેતાઆેને લઇ એવી ટિપ્પણી કરી કે જે ખૂબ જ ચચિર્ત રહી. તેમણે કહ્યું કે પ્રજાને સબ્જબાગ દેખાડનાર નેતા સારા લાગે છે પરંતુ સપના પૂરા નહી થાય તો જનતા ધોલાઇ પણ કરે છે. તેમના આ નિવેદનના બ્હાને વિપક્ષે પીએમ મોદી પર જોરદાર નિશાન સાંધ્યું હતું. જ્યારે ભાજપ કેન્દ્રીય મંત્રીના આ નિવેદનથી બચાવની મુદ્રામાં આવી ગયું હતું.

Comments

comments

VOTING POLL