મારુતિએ અલ્ટો કે–૧૦માં સલામતીનાં ફીચર ઉમેર્યા

April 12, 2019 at 10:45 am


દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારૂતિ સુઝુકીએ ગુરૂવારે જણાવ્યું હતું કે, તેણે તેની હેચબેક અલ્ટો કે–૧૦ને સલામતીનાં વિવિધ પાસાં સાથે અપગ્રેડ કરી છે અને દિલ્હી–એનસીઆરમાં તેના ભાવમાં રૂા.૨૩,૦૦૦ સુધીનો વધારો કર્યેા છે. આ મોડલમાં એબીએસ (એન્ટિલોક બ્રેકિંગ સિસ્ટમ)ની સાથે ઈબીડી (ઈલેકટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન), ડ્રાઈવર એરબેગ, રિવર્સ પાકિગ સેન્સર, સ્પીડ એલર્ટ સિસ્ટમ, ડ્રાઈવર અને કો–ડ્રાઈવર સીટ બેલ્ટ રિમાઈન્ડરનો સમાવેશ થાય છે. તેના લીધે અલ્ટો કે–૧૦ મોડલના વિવિધ વેરિયન્ટના ભાવમાં પણ વધારો થશે. વિવિધ ફીચર્સ મુજબ દિલ્હી અને એનસીઆરમાં વિવિધ વેરિયન્ટનો ભાવ રૂા.૩,૬૫,૮૪૩થી ૪,૪૪,૭૭૭ની વશે અને બાકીના દેશમાં તેનો ભાવ રૂા.૩,૭૫,૮૪૩થી રૂા.૪,૫૪,૭૭૭ની વચ્ચે હશે. નવા ભાવ ગુરૂવારથી અમલી બનશે. એમ તેમણે ઉમેયુ હતું.

Comments

comments