મારુતિએ ડિઝાયરના ભાવ રૂા.12,690 સુધી વધાર્યા

June 21, 2019 at 11:05 am


મારુતિ સુઝુકી ઈન્ડિયાએ તેની પ્રખ્યાત કોમ્પેકટ સેડાન ડિઝાયરના ભાવમાં રૂા.12,690 સુધીનો વધારો કર્યો છે. સલામતી અને પ્રદુષણના નવા નિમયોનું પાલન કરવા માટે કંપનીએ ભાવમાં વધારો કર્યો છે. ડિઝાયરના પેટ્રાેલ અને ડીઝલ બન્ને વેરિયન્ટ હવે આઈએએસ-145 સેફટી નોમ્ર્સને સુસંગત છે. ડિઝાયર પેટ્રાેલ હવે બીએસ-વીઆઈ નિયમોને અનુરૂપ છે. આને કારણે ડિઝાયરના તમામ વેરિયન્ટના ભાવમાં વધારો થશે. જે-તે મોડલના ફીચરના આધારે દિલ્હી અને એનસીઆરમાં એકસ-શોરૂમ ભાવ રૂા.5,82,613થી રૂા.9,57,622ની વચ્ચે રહેશે. નવો ભાવ 20 જૂનથી લાગુ થશે. એમ મારુતિએ ગુરૂવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ભાવવધારા પહેલાં ડિઝાયરની બેઝ વેરિયન્ટની કિંમત રૂા.5,69,923 હતી જ્યારે ટોપ-એન્ડની કિંમત રૂા.9,54,522 હતી.

Comments

comments

VOTING POLL