મારુતિનગરમાં કમરના દુઃખાવાથી કંટાળીને મહિલાએ ડેટોલ પીધું

October 11, 2018 at 3:32 pm


મારુતિનગરમાં મહિલાએ કમરના દુઃખાવાથી કંટાળીને ડેટોલ પી લેતા અને દૂધની ડેરી પાસે યુવાને આર્થિક ભીસથી કંટાળીને વખ ઘોળતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગેની વિગત મુજબ મારુતિનગરમાં સરસ્વતી સ્કૂલ પાસે રહેતી મીનાબેન ભુપેન્દ્રભાઈ દુધેરા ઉ.વ.34 નામના મહિલાને કમરનો દુઃખાવો હોય જેથી મહિલાએ કંટાળી જઈ આજે સવારે પોતાના ઘરે હતી ત્યારે ડેટોલ પી લેતાં તબિયત બગડતા સારવારમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

જયારે અન્ય એક બનાવમાં દૂધની ડેરી પાસે હૈદરી ચોક પાસે રહેતો દિલાવર રઝાકશા ફકીર ઉ.વ.22 નામનો યુવાન આર્થિક ભીસથી કંટાળી જઈ આજે સવારે 10 વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL