મારુતિ ડિઝાયર, સ્વિફટ્ના 1,279 યુનિટ પાછા ખેંચશે

July 26, 2018 at 11:22 am


મારુતિ સુઝુકી ઈન્ડિયા (એમએસઆઈ)એ બુધવારે જણાવ્યું હતું કે, એરબેગ ક્ધટ્રોલર યુનિટ્સમાં સંભવિત ખામીને ચકાસવા માટે નવી સ્વિફટ્ અને ડિઝાયર મોડલ્સના 1,279 યુનિટ પરત બોલાવશે. કંપ્નીએ જણાવ્યું હતું કે તે સ્વૈચ્છિક રીતે 1,279 યુનિટ પરત બોલાવશે. તેમાં 566 યુનિટ નવી સ્વિફટ્ના હશે જયારે 713 નવી ડિઝાયરના હશે. તેનું ઉત્પાદન 7મેથી પાંચ જુલાઈ 2018 વચ્ચે કરવામાં આવ્યું છે. વૈશ્ર્વિક સ્તરે આ રિકોલ કેમ્પેઈન શ કરાયું છે, તેથી સલામતીની ખામીને સુધારી શકાય. 25 જુલાઈથી શ થનારા આ અભિયાનમાં વાહનોના માલિકોએ માતિના નજીકના ડિલરોને ત્યાં જઈને વિનામૂલ્યે ગાડીની ચકાસણી કરાવવાની રહેશે અને ખામી વાળો ભાગ વિનામૂલ્યે બદલાવવાનો રહેશે. એમ કંપ્નીએ ઉમેર્યુ હતું.

Comments

comments

VOTING POLL