માર્કેટિંગ યાર્ડ પાસેથી પકડાયેલા સાડા ત્રણ લાખના દારૂ-બિયર પ્રકરણનો સૂત્રધાર ઝબ્બે

August 31, 2018 at 3:10 pm


માર્કેટિંગ યાર્ડ પાસેથી પખવાડીયા પૂર્વે બી-ડિવિઝન પોલીસે ઝડપી લીધેલા રૂા. સાડા ત્રણ લાખના દારૂ-બિયર પ્રકરણમાં નાસતા ફરતા મુખ્ય સુત્રધારને ગઈકાલે રાત્રીના ઝડપી લીધો હતો.

ગત તા.17-8ના રોજ બી-ડિવિઝનના પીએસઆઈ ડામોર સહિતના સ્ટાફે માર્કેટીગ યાર્ડ પાસે બોલેરો પીક-અપ વાન જી.જે.10-ટીટી-6423માંથી રૂા.3.45 લાખનો દારૂ બીયરનો જથ્થો પકડી પાડયો હતો. જે તે સમયે પોલીસે આ બારામાં દિલીપ કરશન ચંદારાણા નામના શખસની ધરપકડ કરી દારૂ બીયર તથા બે વાહન મળી કુલ રૂા.7.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનાના કામે દિલીપનો પુત્ર અને નામચીન બુટલેગર પ્રતિક ચંદારાણા નાસતો ફરતો હતો જેને ગઈકાલે પોલીસે ઝડપી લીધો હતો.

જૂના મનદુઃખનો ખાર રાખી યુવાન પર છરીથી હુમલો

રૂખડીયા મફતીયાપરા પાસે ગઈકાલે રાત્રીના યુનુસ રફીક સિપાઈ (ઉ.વ.30) નામના યુવાન પર ઈન્યાે નામના શખસે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી છરી વડે હુમલો કરી ગાળો આપ્યાની ફરિયાદ પોલીસમાં નાેંધાઈ છે.

Comments

comments