માર્કેટ યાર્ડ પાસે અલ્ટો કારમાં વિદેશી દારૂની 156 બોટલ સાથે શખસ ઝડપાયો

September 11, 2018 at 3:13 pm


માર્કેટ યાર્ડ પાસે આવેલ આંબાવાડીમાં અલ્ટ્રાે કારમાં બી ડિવિઝન પોલીસે 156 બોટલ કિંમત રૂા.46800 સાથે શખસની ધરપકડ કરી કાર સહિત કુલ રૂા.2.46 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

બનાવ અંગેની વિગત મુજબ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એસ.ઠાકરની સૂચનાથી પીએસઆઈ એમ.એફ.ડામોર, એએસઆઈ એમ.કે.ગૌસ્વામી, હેડ કોºસ્યેબલ વી.જે.ધગલ, એચ.એમ.ઝાલા, કોન્સ્ટેબલ અજીતભાઈ, મહેશભાઈ, કિરણભાઈ, મનોજભાઈ, પ્રકાશભાઈ, એભલભાઈ સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રાેલિંગમાં હતા ત્યારે પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે માર્કેટ યાર્ડ પાસે આંબાવાડી શેરી નં.1માં દરોડો પાડતા શૈલેષ કેશુભાઈ જંજવાડિયા ઉ.વ.31 નામનો કોળી શખસ પોતાની અલ્ટ્રાે કાર નંબર જીજે3કેએચ 4986માં વિદેશી દારૂની 156 બોટલ કિંમત રૂા.46000 સહિત કુલ રૂા.246800 સાથે મળી આવતા પોલીસે કોળી શખસની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

10 બોયલ દારૂ મળ્યો

યુનિવસિર્ટી પોલીસ મથકના પીએસઆઈ એન.બી.ડોડિયા, કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રાેલિંગમાં હતા ત્યારે રૈયાગામમાં રહેતો દિપક વિનોદ પરમાર નામના શખસના ઘરે દરોડો પાડતા પોલીસને જોઈ દીપક પરમાર નાસી જતાં પોલીસે ઘર અને તેના ગેરેજની તલાસી લેતાં તેમાંથી રૂા.3000ની કિંમતની 10 બોટલ વિદેશી દારૂની મળી આવતા પોલીસે દારૂ કબજે કરી શખસની શોધખોળ આદરી છે.

Comments

comments

VOTING POLL