માલદીવમાં કટોકટી: પૂર્વ રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સહિતનાની ધરપકડ

February 6, 2018 at 10:51 am


માલદીવમાં રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન તરફથી દેશમાં 15 દિવસ માટે કટોકટી જાહેર કરાયા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ મૌમુન અબ્દુલ ગયૂમ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અબ્દુલ સઈદ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અલી હમીદ સહિતનાની ધરપકડ કરી લેવામાં આવી છે.
માલદીવમાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ નશીદના પક્ષ એમડીપીના સાંસદ ઈવા અબ્દુલ્લાએ મોડીરાત્રે ટવીટ પર સુપ્રીમ કોર્ટના જજની ધરપકડના અહેવાલ પ્રસારિત કયર્િ હતાં. આ પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ મયૂમની પુત્રી યુમ્નાએ ટવીટર પર જણાવ્યું કે 80 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિની રાજધાની માલે સ્થિત તેમના ઘેરથી ધરપકડ કરાઈ હતી.
માલદીવને પર્યટકોના સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. જો કે વધી રહેલા સંકટન વચ્ચે ભારત સહિત દુનિયાના વિવિધ દેશોએ પોતાના નાગરિકોને ત્યાં ન જવા સલાહ આપી છે. ભારત સરકારે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરતાં માલદીવમાં સ્થિતિ સામાન્ય થવા સુધી નહીં જવા કહ્યું છે.

Comments

comments