માલેગાંવ બ્લાસ્ટ : પુરોહિતની અરજી પર સુનાવણી અંતે ટળી

August 27, 2018 at 7:47 pm


વર્ષ 2008ના માલેગાંવ બ્લાસ્ટના મામલામાં આરોપી કનૅલ શ્રીકાંત પુરોહિતની અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે ટળી ગઈ હતી. જસ્ટિસ યુયુ લલિતે આજે પુરોહિતની અરજી ઉપર સુનાવણીથી પાેતાને અલગ કરી લીધા હતા. હવે નવી બેંચ દ્વારા પુરોહિતની અરજી ઉપર સુનાવણી કરવામાં આવનાર છે. હકીકતમાં પુરોહિતે પાેતાની અરજીમાં પાેતાને કાવતરા હેઠળ ફસાવી દેવાના આરોપ લગાવીને કોર્ટની દેખરેખમાં સીટની રચનાની માંગ કરી હતી. આ પહેલા પુરોહિતે સુપ્રીમ કોટેૅમાં અરજી દાખલ કરીને પાેતાના ઉપર મુકવામાં આવેલા આક્ષેપાેને પડકાર ફેંક્યો હતાે. આ પહેલા મુંબઈ હાઈકોટેૅ મામલામાં કનૅલ પુરોહિત અને સમીર કુલકણીૅની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોટેૅ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને મહારા»ટ્ર સરકારને નાેટિસ મોકલીને ચાર સપ્તહની અંદર જવાબ આપવા માટે આદેશ કયોૅ છે. ગયા વષેૅ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી કનૅલ શ્રીકાંત પુરોહહિતને સુપ્રીમ કોટેૅ જામીન આપી દીધા હતા. કનૅલ પુરોહિત છેલ્લા નવ વર્ષથી જેલમાં હતા. સુપ્રીમ કોટેૅ મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને અસ્વીકાર કરીને જામીન આÃયા હતા. પુરોહિતે સુપ્રીમ કોર્ટમાં ધારદાર રજૂઆત કરી હતી. પુરોહિતે આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેમને રાજકીય કાવતરા હેઠળ ફસાવવામાં આવ્યા હતા. પુરોહિતે એટીએસ ઉપર તેમને ફસાવવાના આક્ષેપ કર્યા હતા. એનઆઈએ અને સરકારના વકીલો તરફથી દલીલો કરવામાં આવી હતી કે, કનૅલ પુરોહિત આ સમગ્ર મામલામાં મુખ્ય આરોપી છે અને તેમને જામીન મળવા જોઇએ નહીં. એનઆઈએ તપાસને અસર કરી શકે છે પરંતુ કોટેૅ આ તમામ દલીલોને ફગાવી દીધી હતી. કોટેૅ આ બાબતની પણ નાેધ લીધી હતી કે, મામલાની ચકાસણી દરમિયાન લાંબા સમય સુધી આરોપીને જેલમાં રાખવામાં આવ્યા હતા. 29મી સÃટેમ્બર 2008ના દિવસે માલેગાંવમાં એક બાઈકમાં બાેંબ લગાવીને વિસ્ફોટ કરવામાં આવ્યા હતા જેમાં આઠ લોકોના મોત થયા હતા અને આશરે 80 લોકો ઘાયલ થયા હતા. સાધ્વી અને પુરોહિતને 2008માં પકડી લેવામાં આવ્યા હતા ત્યારબાદથી જેલમાં હતા. તપાસ સંસ્થાના કહેવા મુજબ આ વિસ્ફોટને દક્ષિણપંથી સંગઠન અભિનવ ભારત દ્વારા અંજામ આપવામાં આવ્યો હતાે. એનઆઈએના કહેવા મુજબ પુરોહિતે કાવતરા રચવા માટે યોજાયેલી બેઠકોમાં સક્રિયરીતે ભાગ લીધો હતાે. પુરોહિતે ધારદાર દલીલો કરી હતી. ચકચારી કેસની દેશભરમાં ચર્ચા રહી છે. ઘણા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી.

Comments

comments

VOTING POLL