માલ્યાઆે અને મોદીઆે હવે ભાગી નહી શકે !

July 21, 2018 at 2:47 pm


નાણાકીય કૌભાંડો અને છેતરપિંડી કરીને દેશ છોડીને ભાગી જતા લોકો સામે સરકારે પગલાં લેવામાં એક ડગલું આગળ કર્યું છે આ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા સરકારને ઘેર્યા બાદ સરકાર તરફથી ભાગેડુ આર્થિક અપરાધીઆેનો લગતો ખરડો, 2013 લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને મંજુર કરવામાં આવ્યો હતો. જોકે, અહી કહેવું જરુરી છે કે, આવા ખરડા પસાર કર્યે નવા લોકો સામે તો પગલાં તો લઇ શકાશે પણ જે દેશના કરોડો-અબજો રુપિયાનું કરીને નાસી ગયા છે તેમની સામે કઈ નહિ કરી શકાય સરકારે ભાર પૂર્વક કહ્યું હતું કે, કાળા નાણાં અને આવા ગુનેગારો પ્રત્યે કેટલી આક્રમક છે કારણ કે, આ ખરડો એજન્સીઆેને ગુનેગારની જ નહી, પણ બેનામી સંપિત્ત પર પણ ટાંચ મારવાનો હક આપે છે.

લોકસભામાં વિરોધ પક્ષના અનેક સાંસદોએ સરકાર પર આરોપ મૂક્યો હતો કે એમણે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા આરોપીઆેને દેશ છોડીને ભાગી જવા દીધા હતા. જોકે આ મામલે આરોપો અને પ્રતિ આરોપો થયા હતા.

ભાજપે એવો આરોપ મુક્યો હતો કે, રુ.10 લાખ કરોડમાંથી રુ. 9.93 લાખ કરોડ એનપીએ યુપીએ સરકારના વખતના છે. યુકે, ચીન અને અમેરિકા જેવા દેશોએ આવા ગુનેગારોને પકડવા માટે પોતાના કાયદામાં ફેરફાર કર્યા, પણ યુપીએ સરકારે એવું કશું જ ન કર્યું.

હવે સરકારે આવા ધોખેબાજો સામે ખરડો પસાર કરીને કાયદાને વધુ ધારદાર બનાવ્યો છે ત્યારે જોવાનું એ રહે છે કે, તેનો અસરકારક અમલ થાય છે કે નહિ.

Comments

comments

VOTING POLL