માળિયાનો માથાભારે શખસ પાસા હેઠળ વડોદરા જેલમાં

June 15, 2019 at 10:46 am


Spread the love

માળિયા પંથકનો રહેવાસી શખ્શ લૂંટ, ખૂન જેવા ગંભીર ગુન્હાઓમાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકયો હોય જેને પાસા હેઠળ ડીટેઈન કરીને મધ્યસ્થ જેલ વડોદરા ધકેલાયો છે.
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલની ઇમે જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્રારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા મળેલી સુચના મુજબ લૂંટ, ખૂન, ચોરી તેમજ મારામારીના અસંખ્ય કેસોમાં સંડોવાયેલ ઇસમ ફાક હબીબ જામ રહે માળિયા (ઉ.વ.૨૮) વાળાને પાસા અટકાયતી હત્પકમ અન્વયે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા મોકલવા તજવીજ હાથ ધરી છે