માળિયામાં ભેંસ ચારવા બાબતે પાંચ શખસોએ આધેડને માર માર્યો

July 18, 2019 at 11:15 am


મોરબીઃ માળિયામાં આવેલ પીપળાવાસ બાપુની ડેલી નજીક પાંચ શખસોએ આધેડને ભેંસ ચરાવવા બાબતે માર મારીને ઈજા કરી હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નાેંધાઈ છે. સરકારી હોસ્પિટલ પાછળ રહેતા કાસમભાઈ દોસમાંમદભાઈ મોવરને આરોપી હારૂન દોસમામદભાઈ મોવરે લોખંડનો પાઈપ તથા આરોપી ફતેમામદભાઈ મોવરે લાકડીનો વાસામાં ઘા કરી બાદમાં આરોપી રસુલ દોસમામદભાઈ મોવર, દોસમામદભાઈ મોવર અને હૈદર હારૂનભાઈ મોવરે આવી ઢીકાપાટુનો માર મારી પોતાની ભેંસ ચારવા બાબતે તેમજ વાડીમાં પાણી પાવા બાબતે ફરિયાદી કાસમભાઈ મોવરને ગાળો આપી મૂંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કાસમભાઈએ માળિયા પોલીસ મથકમાં નાેંધાવી છે.

Comments

comments

VOTING POLL