માળિયા પોલીસ મથકના ફોનના ધાંધીયા: લોકો મદદ માટે કયાં ફોન કરે ?

April 20, 2019 at 11:01 am


Spread the love

મોરબીને જીલ્લાનો દરો આપ્યા બાદ વિવિધ જીલ્લા કક્ષાની કચેરીઓ કાર્યરત થઇ રહી છે અને લોકોની સુવિધામાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો વચ્ચે મોરબી જીલ્લાના પછાત એવા માળીયા તાલુકા પોલીસ મથકમાં ટેલીફોન અવારનવાર બધં જોવા મળે છે અને કમ્પ્લેન નંબર પર કોઈ ફોન જ ઉઠાવતું નથી તેવું જાણવા મળ્યું છે.
મોરબી જીલ્લો ઓધોગિક રીતે સંપન્ન છે છતાં પણ જીલ્લામાં માળીયા તાલુકો પછાત રહી જવા પામ્યો છે માળીયા તાલુકામાં અનેક પાયાના પ્રશ્નો હજુ પણ યથાવત જોવા મળી રહયા છે તો વિકાસના ગાણા ગાતા નેતાઓને માળીયા પંથકના વિકાસમાં કેટલો રસ છે તેનો જીવતં દાખલો જોવા મળ્યો છે માળીયા તાલુકા પોલીસ મથકમાં ટેલીફોન અવારનવાર બધં હાલતમાં જોવા મળે છે અને પોલીસ મથક દ્રારા ફરિયાદ નોંધાવવા માટે પ્રયાસ કરાય છે જોકે બીએસએનએલના કમ્પ્લેન નંબર પર કોઈ ફોન ઉઠાવતું ના હોય અથવા તો ફોન જોડાઈ સકતો ના હોય જેથી ટેલીફોન અવારનવાર બધં રહે છે પોલીસ મથકનો ટેલીફોન બધં રહેતો હોય ત્યારે સામાન્ય નાગરિકો કયાં વળી સંપર્ક કરી સકે તેવા પ્રશ્નો ઉદભવે છે અને કોઈ ગંભીર ગુન્હાના બનાવ વખતે સમયસર પોલીસ મથકમાં સંપર્ક ના થઇ સકે ત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ પામી સકે છે તેની કલ્પના પણ ભયંકર છે ત્યારે બીએસએનએલ તંત્રની કામગીરી સામે અગાઉ પણ અનેક આંગળીઓ ચિંધાઈ છે તો ફરીથી બીએસએનએલની લોલમલોલ કામગીરીથી પોલીસ મથકના સ્ટાફમાં રોષ અને અસંતોષ ફેલાયો છે