માવઠામાં નુકસાન થયેલ ખેડૂતોને સહાય કરાશેઃ રૂપાણી

November 8, 2019 at 11:15 am


આજે મોરબી ખાતે રુ. 12.71 કરોડના ખર્ચે બનેલ નવી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ અને રુ.7.50 કરોડના ખર્ચે મોરબી જિલ્લા મહિલા દુધ ઉત્પાદક સંધના પ્લાન્ટ તથા બિલ્ડીગનું ખાતમૂહુર્ત કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, મહા વાવાઝોડુ સમી ગયુ છે તે ખુશીની વાત છે રાજય સરકાર દરેક વાવાઝોડા વખતે યુધ્ધના ધોરણે અગાઉથી જ રાહત બચાવ કામગીરીની પૂર્વ તૈયારી કરે છે. આ વખતના સંભવિત મહા વાવાઝોડામાં પણ આપણે સંભવિત વિસ્તારના અસરગસ્તોને સલામત સ્થળે ખસેડી શક્યા હતા અને સગભાર્ બહેનોને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કુદરતી આપતીમાં એક પણ માનવીનું મૃત્યુ ન થાય તેવો રાજય સરકારનો સંકલ્પ હતો.
તાજેતરમાં વરસાદ-માવઠાના પરિણામે જે ખેડુતોને ખેતીમાં નુકશાન થયેલ છે. તેને સરકાર પુરતી સહાય કરશે. ખેડુતોની ચિંતા સરકાર કરે છે. નુકશાની અંગેનો સર્વે ચાલુ કરવામાં આવેલ છે. ખેડુતોની મહેનત એળે નહી જાય તેવી મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી.
આ વર્ષે ખુબ મેધ મહેર થઇ હોવાની ખુશી વ્યકત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે,સૌની યોજના દ્વારા નર્મદાના નિરથી 115 ડેમો ભરાશે. આમ પીવાના પાણી માટે લોકોને મુશ્કેલી નહિ પડે. ટેન્કર રાજ ખતમ થસે, દુકાળ ભુતકાળ બની જશે તે દિશામાં સરકાર કામ કરે છે. ગયા વર્ષે સૌરાષ્ટ્રના 56 ડેમોમાં નર્મદાનું પાણી ભર્યું હતું. જેનાથી અછતમાં સૌરાષ્ટ્રમાં સ્થળાંતર અટકાવી શકાયુ હતું.
ખેતીની સાથે પશુપાલન કરતી મહિલાઆે સમૃÙ બને તે માટે મોરબી જિલ્લાની ડેરીની બહેનોને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા મોરબી જિલ્લાની બહેનો ઘર બેઠા જ પશુપાલન કરી પગભર બની શકશે. પશુપાલન માટે ઘાસચારો અને પાણી આવશ્યક છે. નર્મદા કેનાલની સુવિધા અહી ઉપલબ્ધ હોઇ શરળતાથી પશુઆેને યોગ્ય આહાર મળી રહે છે. મુખ્યમંત્રી ઉમેર્યુ હતુ કે, પશુપાલન-ડેરી ઉધોગના વિકાસ માટે સુનિિશ્ચત દુધ ઉત્પાદન કરનાર ડેરીઆેને રુ. 20 કરોડ સુધીની સહાય અપાશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજયની મહિલાઆેના ઉત્કર્ષ અને સશકિતકરણ માટે રાજય સરકાર કટીબધ્ધ છે. બહેનો શિક્ષિત, સ્વાલંબી અને સ્વરોજગાર પ્રાપ્ત કરી, મહિલા બધી કામગીરી કરવા સક્ષમ છે. તેને લઇ સરકાર આગળ વધવા માગે છે. મહિલાઆેના વિકાસ માટે એનકવિધ યોજાનાઆેની અમલવારી કરવામાં આવી રહી છે. મોરબી ખાતે અધતન પોલીસ અધિક્ષક કચેરીના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, આ કચેરીના આગમનથી મોરબી જિલ્લાની સુરક્ષામાં વધારો થશે.
રાજય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુદઢ બને તે માટે ચાલુ વર્ષે છ હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે. તમામ જિલ્લા અને તિર્થ સ્થળોએ રુ. 329 કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરાવી સલામતી અને સુરક્ષામાં વધારો કરાયો હોવાનું તેમજ રાજયની પોલીસ આધુનિક ઉપકરણો અને મોબાઇલ એપ પોકેટ કોપ દ્વારા વધુ સુસજજ બની હોવાનું મંત્રી પ્રદિપસિંહે જણાવ્યું હતું
આ પ્રસંગે અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા, બિન અનામત વર્ગ વિકાસ નિગમના ચેરમેન બાબુભાઇ ધોડાસરા, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, બાવનજીભાઇ મેતલીયા, જિલ્લામહિલા ઉત્પાદકસંધના પ્રમુખ હંસાબેન વડાવીયા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રધુભાઇ ગડારા, અગ્રણી મેધજીભાઇ કંઝારીયા રાજકોટ રેન્જ આઇ.જી.પી. સંદિપસિંગ, જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાધેલા, અધિક નિવાસી કલેકટર કેતન પી. જોષી, પ્રાંત અધિકારી ગંગાસિંહ તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઆે તથા મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહયા હતા.

Comments

comments