માસૂમ બાળકનું ખંડણી માટે અપહરણ કરાયાનો ઘટસ્ફોટ

May 29, 2018 at 4:30 pm


શાપર-વેરાવળમાં શાંતિધામ સોસાયટીમાં રહેતા કોળી પરિવારના 4 વર્ષના માસુમ બાળકનું અપહરણ કરી હત્યા કયર્નિા મામલે જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદની સુચનાથી રાજકોટમાં ગાંધીગ્રામના અક્ષરનગરમાં રહેતા અને શાપર-વેરાવળમાં મેડિકલ સ્ટોર ચલાવતા બાવાજી શખસને ઉઠાવી લઈ આકરી પુછપરછ કરતા તેને છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ લોકો પાસેથી પિયા લીધા હોય જેનું 1.50 લાખનું દેણું થઈ જતાં દેણું ચુકવવા 4 વર્ષના માસુમ બાળકનું અપહરણ કરી ખંડણી ઉઘરાવવાનો ઘટસ્ફોટ થતાં સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે પોલીસે સાંજે પ્રેસ કોન્ફરન્સ બાદ તેની ધરપકડ કરી આ કાવતરામાં અન્ય કોઈ શખસોની સંડોવણી છે કે કેમ ? તે અંગે વધુ પુછપરછ માટે રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરાશે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ શાપર-વેરાવળમાં આવેલ શાંતિધામ સોસાયટીમાં રહેતા હરેશભાઈ વાઢેર નામના કોળી યુવાનના માસુમ પુત્ર હેત ઉ.વ.4નું ગયા શુક્રવારે તેના ઘર પાસે તેની દાદી સાથે રમતો હતો. તે દરમિયાન ભેદી સંજોગોમાં માસુમ બાળક લાપત્તા થઈ જતાં તેના પરિવારજનોએ તેની શોધખોળ કરી શાપર-વેરાવળ પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શ કર્યો હતો.
દરમિયાન રીબડા રેલવે ફાટક નજીક શનિવારે સવારે અજાણ્યા બાળકની લાશ પડી હોવાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદ, એસઓજી, એલસીબી તેમજ શાપર-વેરાવળ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા આ લાશ ગઈકાલે સાંજે લાપત્તા થઈ ગયેલા માસુમ બાળક હેતની હોવાનું બહાર આવતા તેના પરિવારજનો ઘટનાસ્થળે દોડી જઈ ભારે આક્રંદ સાથે ઓળખી બતાવી હતી.
જિલ્લા પોલીસ વડાની સુચનાથી બાળકના હત્યારાને ઝડપી લેવા એસઓજીને આપેલા આદેશ બાદ એલસીબી, શાપર-વેરાવળ પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા બાળકનું અપહરણ કરનાર એકટીવા ચાલક સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયો હોય તેમજ મોબાઈલ કોલ ડીટેઈલના આધારે તપાસ કરી ગાંધીગ્રામના અક્ષરનગરમાં રહેતો અને શાપર-વેરાવળમાં મઢુલી નામના મેડિકલ સ્ટોર ચલાવતો નિકુંજ રમેશ ગોસ્વામીને ઉઠાવી લઈ આકરી પુછપરછ હાથ ધરી હતી. તે દરમિયાન બાળકનું અપહરણ કરી પ્લાસ્ટીકની દોરી અને ચૂંદડી વડે ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતાયર્નિી કબુલાત આપતા પોલીસે વધુ પુછપરછ હાથ ધરી હતી. પોલીસની વધુ પુછપરછમાં નિકુંજ ગોસ્વામી નામના બાવાજી શખસને છેલ્લા કેટલાક સમયથી 1.50 લાખનું દેણું થઈ જતાં શુક્રવારે સાંજે શાંતિધામ સોસાયટીમાં એકલા રમતા 4 વર્ષના હેતનું અપહરણ કરી તેના પિતા પાસે ખંડણી માગી દેણું ચુકવી દેવા માટે તેને બાળકના પિતા હરેશભાઈ વાઢેરના ફોન નંબર મેળવવા માટે શાપર-વેરાવળમાં રસનો ચીચોડો રાખી ધંધો કરતો રમેશ બાળકના પિતા હરેશનો મિત્ર હોય તેને ફોન કરી ત્રણેક વખત નંબર માગ્યો હતો પરંતુ નંબર ન મળતા બાળકનું અપહરણ પકડાઈ જશે તેવા ડરથી માસુમ બાળકને મોતને ઘાટ ઉતાયર્નિું રટણ કરતા પોલીસે બાળકના અપહરણ અને હત્યાના કાવતરામાં અન્ય કોઈ શખસની સંડોવણી છે કે કેમ ? તે અંગે સાંજે વિધિવત ધરપકડ બાદ રીમાન્ડ મગાશે.

Comments

comments

VOTING POLL