માેંઘવારીએ મોઢું ફાડ્યું

July 10, 2019 at 9:07 am


નાણામંત્રી નિર્મલા સીતારામને આપેલું બજેટ દેશના મધ્યમ વર્ગને ફળ્યું નથી અને માેંઘવારીએ મોઢું ફાડ્યું છે.સરકારે પેટ્રાેલ-ડીઝલ ઉપર ડ્યૂટી લાદી દીધા પછી ભાવ ભડકે બળી રહ્યા છે અને જીવન જરુરી ચીજવસ્તુના ભાવ પણ વધવા લાગ્યા છે. આમ તો આ બજેટ મધ્યમ વર્ગ માટે નિરાશાજનક સાબિત થયું છે કારણ કે, બધાને આવકવેરાની મુિક્ત મર્યાદા વધશે તેવી આશા હતી પરંતુ તે પણ ફળી નથી અને વધારામાં માેંઘવારીનો ડામ આવ્યો છે.
ખનિજ તેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટી રહ્યા છે ત્યારે ભારતમાં પેટ્રાેલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે તે વાત ગળે ઉતરતી નથી.જો કે, સરકાર તરફથી સ્પષ્ટ કહેવાયું છે કે, પેટ્રાેલિયમ પેદાશો ઉપરની ડ્યૂટી અને સુપર રિચ ઉપર લાદવામાં આવેલા કરબોજને કારણે સરકારને 30 હજાર કરોડ રુપિયાની આવક થશે. સરકારે માત્ર પોતાની તિજોરી ભરવા માટે આ ભાવ વધારો કર્યો છે તે નક્કી. વિશ્વભરમાં ખનિજ તેલના ભાવ ઘટી રહ્યા છે ત્યારે ભારતની જનતા સરકારે પેટ્રાેલ અને ડીઝલ પર લાદેલા વધારાના વેરાને લીધે ભાવ ચૂકવી રહી છે.
આમ તો પેટ્રાેલિયમ પેદાશનો ભાવ વધારો પ્રજા માટે નવો નથી. સરકાર ગમે તેની હોય સરકાર આવક વધારવા માટે આ સહેલો રસ્તો જ અપનાવે છે અને પ્રજાની કેડ ઉપર બોજો નાખે છે. સરકારે આવક વધારવા માટેના બીજા રસ્તા વિચારવા જોઈએ.

Comments

comments