માેંઘવારીના ડામ ઉપર મલમ

January 2, 2019 at 9:26 am


ગત વર્ષના ઉતરાર્ધ સુધી કાળઝાળ માેંઘવારીએ ભરડો લીધા પછી હવે ભાવઘટાડાનો દોર શરુ થયો છે અને તેને કારણે પ્રજાને લાગેલા માેંઘવારીના ડામ ઉપર મલમ લાગ્યો છે તેમ કહી શકાય. એક તરફ સરકારે પેટ્રાેલ-ડીઝલના વધતા ભાવ ઉપર કાબુ મેળવી ઘણી રાહત આપી છે તો બીજી તરફ રાંધણ ગેસના ભાવમાં પણ ઘટાડો કરીને ગૃહિણીને ખુશ કરી છે. આ સિવાય પણ જી.એસ.ટી.ના ઘટાડેલા દરનો અમલ શરુ થતા માેંઘવારીનો રાક્ષસ કાબુમાં આવ્યો છે.

ગ્રાહકોએ હવે આ માટે નવા વર્ષથી 23 પ્રકારની વસ્તુઆે માટે આેછા ભાવ ચૂકવવાના રહેશે. જેમાં સિનેમા ટિકિટ, ટેલિવિઝન, મોનિટર િસ્ક્રન, પાવર બેંક વગેરે સામેલ છે. આ ઉપરાંત ફ્રાેઝન અને પેક ખાસ પ્રકારના શાકભાજીને પણ રાહત આપવામાં આવી છે. જીએસટીના સૌથી ઉચા કર માળખામાં 28 ટકાનો સ્લેબ આવે છે જેમાં હવે કેટલીક લક્ઝરી વસ્તુઆે, અહિતકર સામાનો, સીમેન્ટ, મોટા ટીવી િસ્ક્રન, એરકન્ડિશનર્સ અને ડિશવોશર્સ રહી ગયા છે.

આમ જનતાને નવા વર્ષની ભેટ આપતા સરકારે પહેલી જાન્યુઆરીથી સિનેમા ટિકિટ, 32 Iચ સુધીના ટેલિવિઝન અને મોનિટર િસ્ક્રન સહિત 23 વસ્તુઆે પરથી જીએસટીના દર આેછા થવાનું નોટિફિકેશન જારી કરી દીધુ છે. સંગેમરમરના રો પત્થર, પ્રાકૃતિક કોર્ક, હાથછડી, ફ્લાઈ એશથી બનેલી Iટો વગેરે પર હવે પાંચ ટકા જીએસટી લાગશે. સંગીતના પુસ્તકો, કાચી કે સ્ટીમથી અથવા ઉકાળીને બનાવેલા શાકભાજી તથા ફ્રાેઝન, બ્રાન્ડેડ તથા પ્રાેસેસિંગની આવી અવસ્થાવાળા શાકભાજી કે જે તે સ્વરુપમાં ઉપયોગમાં લેવાને લાયક ન હોય…. તેના પર હવે જીએસટી લાગશે નહી. જનધન યોજના હેઠળ ખુલેલા આધારભૂત બચત ખાતાના ધારકોએ પણ હવે બેંકોની સેવાઆે માટે જીએસટી આપવો પડશે નહી.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આવો ભાવ ઘટાડો અપેક્ષિત જ હતો..હવે આ ભાવ ઘટાડાનો લાભ સરકારને કેટલો મળે છે તે આવનારો સમય કહેશે.

Comments

comments

VOTING POLL