માેંઘવારીની આગ 2019માં મોદીને માેંઘી પડશેઃ રામદેવ

September 14, 2018 at 11:46 am


પેટ્રાેલ અને ડીઝલના વધતા ભાવ મામલે બાબા રામદેવે સરકારે ચેતવણી આપતાં કહ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માેંઘવારીની આગ નહી આેલવે તો 2019માં તેમને આ માેંઘુ પડી શકે છે. દેશની અર્થવ્યવસ્થા અંગે નિવેદન આપતાં તેમણે કહ્યું કે આજે રુપિયો જ નહિ, દેશની છબિ પણ ખરડાઇ રહી છે. વિદેશી કંપનીઆે ભારતમાં પૈસા કમાઈને પોતાના દેશમાં લઇ જાય છે. જો આ જ સ્થિતિ રહી તો એક ડોલરનો ભાવ 80 જેટલો થઇ જશે. રામદેવે કહ્યું કે આ સાચી વાત છે કે થોડાક દિવસ અગાઉ સુધી ક્રૂડ આેઇલના ભાવ નીચલા સ્તરે હતા, પરંતુ હવે ભાવ થોડોક વધી ગયો છે તેમ છતાં જો ટેક્સ આેછો કરાય તો પેટ્રાેલ-ડીઝલના ભાવ આેછા થઇ શકે છે.’.

Comments

comments

VOTING POLL