માેંઘવારીનો વધુ એક ડામઃ રાંધણગેસ રૂા.1.49 માેંઘો

September 1, 2018 at 10:39 am


ઘરેલુ રાંધણગેસમાં સિલિન્ડર દીઠ રુપિયા 1.49નો ભાવવધારો કરાયો હતો, જ્યારે ડીઝલના ભાવ લિટર દીઠ રુપિયા 70ને આેળંગી ગયો હતો.
રાંધણગેસના સિલિન્ડરનો ભાવ મધરાતથી રુપિયા 499.51 થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં લિટર દીઠ 28 પૈસાનો વધારો નાેંધાયો હતો. દિલ્હીમાં ડીઝલનો ભાવ લિટર દીઠ રુપિયા 70.21 થયો છે. રાજધાનીમાં આેછો વેચાણવેરો અને મૂલ્ય વધિર્ત વેરો હોવાથી અહી Iધણના ભાવ દેશના ચાર મહાનગરમાં સૌથી આેછા છે.
પેટ્રાેલનો ભાવ લિટર દીઠ રુપિયા 70.30થી વધારીને રુપિયા 78.51 થયો છે. તેલની કંપનીઆે રાંધણગેસના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર કરે છે. વૈશ્વિક Kચા દરને કારણે દિલ્હીમાં નોન-સબસિડાઇÈડ રાંધણગેસનો ભાવ સિલિન્ડર દીઠ રુપિયા 30.50 વધીને રુપિયા 829 થયો છે. અગાઉ આૅગસ્ટમાં રુપિયા 35.5 અને જુલાઇમાં રુપિયા 55.50નો વધારો થયો હતો.
ઇંધણના આંતરરાષ્ટ્રીય ભાવમાંના વધારા અને ડોલરના ભાવમાં વધારાને કારણે તેલ કંપનીઆેને સ્થાનિક બજારમાં આ ભાવવધારો કરવાની ફરજ પડી હતી. આમ છતાં, સરકાર ઘરેલુ રાંધણગેસમાં ખાસ વધારો ન થાય તેનું ખાસ ધ્યાન રાખી રહી છે.

Comments

comments

VOTING POLL