મા.શિ. બોર્ડનું 1.42 અબજનું બજેટ મંજૂરઃ ધો.10ની ગણિતની પરીક્ષામાં સહેલું અને અધરું બે પ્રકારના પેપર

February 12, 2019 at 11:23 am


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.10ની પરીક્ષામાં ગણિત વિષયમાં વિદ્યાર્થીઆેનો ભય દૂર કરવા માટે સહેલા અને અધરાં એમ બે પ્રકારના પેપર કાઢવાનો નિર્ણય બોર્ડની સામાન્ય સભામાં લેવાયો છે. બોર્ડની સામાન્ય સભામાં સન 2018-19નું રૂા.1,42,84,86,000નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

આ નિર્ણય અંગે માહિતી આપતા બોર્ડના સિનિયર સભ્ય ડો.પ્રિયવદન કોરાટ અને નિદત બારોટે જણાવ્યું હતું કે, અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં ગણિત વિષયમાં હાયર લેવલનું પેપર કાઢવામાં આવે છે પરંતુ આગામી માર્ચ માસમાં લેવાનારી પરીક્ષામાં હાયર લેવલ અને લોઅર લેવલ એમ પ્રકારના પેપર કાઢવામાં આવશે. પરીક્ષાર્થી પસંદ કરે તે લેવલનું પેપર આપી શકશે.

આવી જ રીતે વિદ્યાર્થીઆે કે તેના પિતાના નામ, અટકમાં ધો.10 સુધી ફેરફાર થઈ શકતો હતો જે હવે ધો.12 સુધી નામ-અટકમાં ફેરફાર કરી શકાશે.

બોર્ડમાં ટોચના અધિકારીઆેની કેટલી જગ્યા ખાલી તેવો સવાલ ડો.પ્રિયવદન કોરાટે ઉઠાવ્યો હતો. તેના જવાબમાં બોર્ડના સત્તાવાળાઆેએ જણાવ્યું હતું કે, કલાસ-વનની પાંચ અને કલાસ-ટૂની પાંચ જગ્યા ખાલી છે.

કારોબારી, નાણાં, પરીક્ષા સહિતની બોર્ડની જુદી જુદી કમિટીઆેની ચૂંટણી આગામી તા.25ના રોજ યોજાનાર હોવાથી તા.25 ફેબ્રુઆરીએ ફરી બોર્ડની સામાન્ય સભા મળશે.

Comments

comments

VOTING POLL