મિત્સુઇ ઓ.એસ.કે.લાઇન્સ લિમિટેડ આર.આઇ.એલ.ની છ જૂથ કંપનીઓમાં (દરેક કંપની વેરી લાર્જઇથેન કેરિયરની માલિકી ધરાવે છે) હિસ્સો ખરીદશે

April 18, 2019 at 9:47 am


વેરી લાર્જ કેરિયર્સ (વી.એલ.ઇ.સી. અથવા વેસેલ)ની માલિકી ધરાવતી રિલાયન્સ ઇથેન હોલ્ડિંગ પી.ટી.ઇ. લિ. (આર.ઇ.એચ.પી.એલ.), (સિંગાપોરમાં બનાવવામાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)ની સંપૂર્ણ માલિકીની સહયોગી કંપની), જાપાનની મિત્સુઇ ઓ.એસ.કે. લાઇન્સ લિમિટેડ(એમ.ઓ.એલ.) અને એક વ્યૂહાત્મક લઘુમતી રોકાણકારે એમ.ઓ.એલ. અને લઘુમતી રોકાણકાર દ્વારા વી.એલ.ઇ.સી.ની માલિકી ધરાવતી છ સ્પેશ્યલ પર્પઝ લિમિટેડલાયેબિલિટી કંપનીઓ (એસ.પી.વી.)માં વ્યૂહાત્મક હિસ્સો ખરીદવા માટેના નિશ્ચિત કરાર કર્યા છે.

આ સોદાની પૂર્ણતા નિયમનકારી મંજૂરીઓને આધિન છે. સોદો પૂર્ણ થયા બાદ આ એસ.પી.વી.નું નિયંત્રણ આર.ઇ.પી.એચ.એલ. અને એમ.ઓ.એલ. દ્વારા સંયુક્ત રીતેકરવામાં આવશે.

આ વ્યૂહાત્મક સોદા અંગે વાત કરતાં આર.આઇ.એલ.ના એક્ઝેક્યુટીવ ડાયરેક્ટર શ્રી પી.એમ.એસ. પ્રસાદે જણાવ્યુ હતું કે, “હાલમાં આ છ વી.એલ.ઇ.સી.નું સંચાલનએમ.ઓ.એલ. કરે છે તે ધ્યાનમાં લેતાં એમ.ઓ.એલ.નું રોકાણ અમારા તેમના સાથેના સંબંધોને વધારે સુદૃઢ બનાવશે અને વી.એલ.ઇ.સી.ના સુરક્ષિત અને કાર્યક્ષમસંચાલનને સુનિશ્ચિત કરશે. આ એસ.પી.વી.માં વ્યૂહાત્મક ભાગીદાર તરીકે અમે એમ.ઓ.એલ.નું સ્વાગત કરીએ છીએ કારણ કે તેઓ તેમની હાલની સંચાલક તરીકેનીભૂમિકામાંથી આગળ વધીને આ એસ.પી.વી.ના સંયુક્ત માલિક અને સંચાલક બન્યા છે.”

એમ.ઓ.એલ.ના બોર્ડ મેમ્બર અને એક્ઝેક્યુટીવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી તાકેશી હાશીમોટોએ જણાવ્યું હતું કે, “આ રોકાણ એમ.ઓ.એલ.ને અમે હાલમાં કેટલાક સમયથી સંચાલનકરી રહેલા છ અનોખા વી.એલ.ઇ.સી.ને માલિક તરીકે તેના એલ.એન.જી. કેરિયર, અન્ય ટેન્કરો, ડ્રાય બલ્કર, કાર કેરિયર, ફેર અને કોસ્ટલ આર.ઓ.આર.ઓ. શીપ અને ક્રૂઇઝશીપના સમાવેશ સાથેના 850 જહાજોના કાફલામાં સમ્મિલિત કરવા સક્ષમ બનાવશે.અમારી પાસે કન્ટેઇનર શીપ પણ છે, જેને ઓ.એન.ઇ. (ONE) દ્વારા ભાડે લેવામાં આવેલીછે. આ છ વી.એલ.ઇ.સી.ના નિર્માણ અને તેની સોંપણી દરમિયાન નિરીક્ષણની કામગીરી અને ત્યારબાદ સોંપણીના સમયથી તેના સંચાલનને કારણે એમ.ઓ.એલ.ને આઅસ્કયામતો અંગેનું વિસ્તૃત જ્ઞાન છે. તેથી અમે ખુશ છીએ અને આ વ્યૂહાત્મક ભાગીદારીનો ઉપયોગ સંયુક્ત માલિક બનવા અને રિલાયન્સ સાથેના વર્તમાન સંબંધોને વધારેમજબૂત બનાવવા માટે કરવાની આશા રાખીએ છીએ.”

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિષે :

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તમામ મુખ્ય નાણાંકીય માપદંડોના આધારે દેશના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. 31 માર્ચ 2018ના રોજ તેનું કુલ ટર્ન ઓવર રૂ.430,731 કરોડ (66.1 બિલિયન અમેરિકી ડોલર), રોકડ નફો રૂ. 56,034 કરોડ (8.6 બિલિયન અમેરિકી ડોલર)ચોખ્ખો નફો રૂ. 36,075 કરોડ (5.5 બિલિયન અમેરિકી ડોલર) છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રવૃત્તિઓ હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન અને ઉત્પાદનપેટ્રોલિયમ રિફાઇનિંગ અને માર્કેટીંગપેટ્રોકેમિકલ્સરિટેલ અને 4જી ડિજીટલ સેવાઓમાં વિસ્તરેલી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફોર્ચુન ગ્લોબલ 500ની દુનિયાની સૌથી મોટી કંપનીઓની યાદીમાં સ્થાન ધરાવે છે. હાલમાં આવકની દ્રષ્ટિએ તેનું 148મું સ્થાન છે તથા નફાની દ્રષ્ટિએ 99મું સ્થાન છે. રિલાયન્સ ફોર્બ્સ ગ્લોબલ 2000 લિસ્ટ (2018)માં 83મું અને ભારતની ટોચની કંપની તરીકેનું સ્થાન ધરાવે છે. લિંકેડઇનની ટોપ કંપનીઝ વ્હેર ઇન્ડિયા વોન્ટ્સ ટુ વર્ક નાઉ (2019)માં રિલાયન્સ 10માં ક્રમે છે. વધુ માહિતી માટેઃ www.ril.com

મિત્સુઇ .એસ.કેલિમિટેડ વિશેઃ

સ્થાપનાના 135 વર્ષની ઉજવણી કરી રહેલી વિશ્વની સૌથી મોટી શિપિંગ કંપનીઓમાં સ્થાન પામતી કંપની મિત્સુઇ ઓ.એસ.કે. લિમિટેડ (એમ.ઓ.એલ.) આંતર્રાષ્ટ્રીય સ્તરેઓશન શિપિંગ સર્વિસ પૂરી પાડે છે. તે 850 જહાજોનો કાફલો ધરાવે છે અને વિશ્વની સૌથી મોટી એલ.એન.જી. કેરિયર પણ છે. એમ.ઓ.એલ.ના કાફલામાં અન્ય ટેન્કર, ડ્રાયબલ્કર, કાર કેરિયર, ફેર અને કોસ્ટલ આર.ઓ.આર.ઓ. શીપ અને ક્રૂઇઝ શીપ વગેરેનો પણ સમાવેશ થાય છે. એમ.ઓ.એલ. કન્ટેઇનર શીપની માલિકી પણ ધરાવે છે, જેનેઓ.એન.ઇ. દ્વારા ભાડે લેવામાં આવેલી છે. એમ.ઓ.એલ. ટોક્યો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 2.8 અબજ અમેરિકન ડોલર છે.

Comments

comments

VOTING POLL