મિલકત ખરીદીમાં રોકડનો ભરપૂર ઉપયોગ કરનારા ઉપર આવકવેરાની તવાઈ

April 23, 2019 at 12:55 pm


પ્રોપર્ટી ખરીદારીમાં રોકડનો ઉપયોગ કરનારાઓ વિરુદ્ધ આવકવેરા વિભાગે સખત વલણ અખત્યાર કયુ છે. વિભાગે હાલના નાણાકીય વર્ષમાં તપાસ દરમિયાન પ્રોપર્ટી ખરીદારીમાં રોકડના ઉપયોગ કરનારા ૨૭ હજાર લોકોની ઓળખ કરી લીધી છે અને હવે લોકોને નોટિસ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.

વિભાગે આવા લોકોના પ્રોપર્ટીની ખરીદારી અને તેના બેન્ક એકાઉન્ટની જાણકારી મેળવણીના આધાર પર આ ખુલાસો કર્યેા છે કે દેશમાં ૨૬ હજાર ૮૩૦ મામલામાં નિિત મર્યાદા કરતાં વધુ રોકડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નિયમો અનુસાર પ્રોપર્ટીની ખરીદારીમાં ૨૦ હજાર રૂપિયાથી વધુ રોકડ–લેવડ થઈ શકે નહીં.

પહેલા તબક્કામાં વિભાગે મોટી રકમથી લેવડ–દેવડ કરનારા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કયુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ લાખ રૂપિયાથી વધુ રોકડ લેવડ–દેવડના દેશભરમાં અંદાજે ૧૦ હજાર મામલા સામે આવ્યા છે. આ તમામને નોટિસ મોકલવાનું શરૂ કરી દેવાયું છે. જાણકારી અનુસાર દિલ્હીમાં ૨૦૦૦ અને હૈદરાબાદમાં અંદાજે ૧૭૦૦ કેસ પકડાયા છે.

Comments

comments