મિલપરામાં જાહેરમાં ઘોડી-પાસાનો જુગાર રમતા સાત શખસો ઝડપાયા

January 19, 2019 at 3:15 pm


શહેરમાં દારૂ-જુગારના હાટડા બંધ કરાવવાના પોલીસના અભિયાન દરમિયાન ભકિતનગર પોલીસે પેટ્રાેલીગ દરમિયાન મીલપરામાં જાહેરમાં ઘોડી-પાસાનો જુગાર રમતા સાત શખસોને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી રોકડ, રીક્ષા મળી કુલ રૂા.1.10 લાખની મત્તા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભકિતનગર પોલીસ મથકના પીઆઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફના ફોજદાર પી.એમ.ધાખડા, જમાદાર મહેન્દ્રસિંહ, વિક્રમભાઈ, પ્રતાપસિંહ, દિવ્યરાજસિંહ, હિતેષભાઈ, રાજેશભાઈ સહિતના સ્ટાફે પેટ્રાેલીગ દરમ્યાન મીલપરામાં જાહેરમાં ઘોડી-પાસાનો જુગાર રમતો કાદર ઉર્ફે મીઠો મહમદ રહે. જામનગર રોડ, જકાત નાકા પાસે, સુલેમાન મહમદ જુણેચા રહે. જંકશન પ્લોટ, ભરત નરશી સોલંકી રહે. સોનીબજાર, મહમદ યુસુફ સમા રહે. બજરંગવાડી, રમઝાન અલી કારવા રહે. શાપર-વેરાવળ, ઈમરાન હાસમ ભાવદીન રહે. સંજયનગર અને હુસેન જુસબ લીગરીયા રહે. જંગલેશ્વરને ઝડપી લઈ તેની પાસેથી 10 હજારની રોકડ, બે રીક્ષા મળી કુલ રૂા.1.10 લાખની મતા કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.

Comments

comments

VOTING POLL