મિશન વિદ્યા પર શિક્ષણ વિભાગનું થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન

August 22, 2018 at 12:10 pm


31 ઓગસ્ટ-2019 સુધી શાળાઓમાં મિશન વિદ્યા ચાલી રહ્યું છે. આ મિશન વિદ્યામાં શાળાના બાળકોને વધારોનો સમય ફાળવીને ભરાવવાની જવાબદારી શિક્ષકો પર નાંખવામાં આવી છે. ત્યારે શિક્ષકો દ્વારા પોતાનું પરર્ફોમન્સ સારુ દેખાય તે માટે ખુબ સારું પેવર વર્ક કરે છે. જેના લીધે સમગ્ર મિશન કાગળ પર ચિતરેલા વાઘ ગજેવુ પુરવાર થશે તેની ગંધ આવતા જીસીઈઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મિશન વિદ્યાની કામગીરી પર થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગેની લેખિત સૂચનાઓ આપવામાં આવી છે. મિશન વિદ્યા અંતર્ગત ખોટા આંકડા દશર્વિવા નહીં અને ખોટા આંકડા સરકારમાં જમા કરાવવા નહીં બાબતેની શૈક્ષણિક સિધ્ધ જે પણ હોય તે વાસ્તવિક જ બનાવવી જેથી વધુ નબળા બાળકોના શિક્ષણ માટે અલગથી આયોજન કરી શકાય.
શિક્ષણ વિભાગ દ્વારા મિશન વિદ્યા માટે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન શ કરવામાં આવનાર છે જેને લઈને શિક્ષકો પોતાનું કામકાજ સા દેખાડવા માટે રીતસર વિદ્યાર્થીઓની સિધ્ધિ બઢાવી-ચઢાવીને બતાડતા હોવાનું સરકારના ધ્યાન પર આવતા આવુ ન કરવા આદેશમાં જણાવ્યું છે. વિદ્યાર્થીના પરફોર્મન્સ સામે શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવો ભય ફેલાયો હતો. પરિણામે મિશન વિદ્યાની સફળતા-નિષ્ફળતાના માપદંડો નક્કી કરવા મુશ્કેલ બનતા સમગ્ર યોજના કાગળ પરનો ચિતરેલો વાઘ ન બને તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વાસ્તવિક આંકડા રજૂ કરવાના આદેશો આપવામાં આવ્યા છે.
આ માટે સરકારે તમામ શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જાણ કરતો આદેશ બહાર પાડવાની ફરજ પડી છે.

Comments

comments

VOTING POLL