મિશેલે હાથ ઉંચા કર્યા, તે લાંચ નહી કન્સલ્ટન્ટ ફી હતી

December 6, 2018 at 11:16 am


મિશેલ સીબીઆઈના સવાલોનો સામનો કરી રહ્યાે છે અને તેણે ધડાકા કરવાની શરૂઆત પણ કરી દીધી છે. કેટલાક મહત્ત્વના સવાલોના જવાબ આપતી વખતે તેણે એવી ચોખવટ કરી છે કે આ સોદામાં કોઈ લાંચ અપાઈ નથી પરંતુ વાસ્તવમાં તે કન્સલ્ટન્ટ ફી હતી. યુપીએના કોઈ નેતાને લાંચ અપાઈ નથી કે સંરક્ષણ મંત્રાલયના કોઈ અધિકારીને લાંચ અપાઈ નથી. અગસ્ટા વેસ્ટલેન્ડ પાસેથી પોતે જે રકમ લીધી છે તે લાંચ નહી બલ્કે કન્સલ્ટન્ટ ફી છે. મિશેલે જે લાંચનો આરોપ મુકાયો હતો તેને નકારી કાઢયો છે અને તેના લાભાર્થી કોણ કોણ છે તેના નામ આપ્યા નથી. મિશેલે સાફ શબ્દોમાં કહ્યું છે કે આમાં કશું ખોટું અમે કર્યું નથી. મને પાંચ ટકા કમિશન મળ્યું છે તે વાત પણ સાચી છે પરંતુ એ રકમનું શું કર્યું છે તેનો તેણે જવાબ આપ્યો નથી.

દરમિયાન સીબીઆઈએ મિશેલની પૂછપરછ દરમિયાન રાત્રે તેને માત્ર બે કલાક જ સૂવાદીધો હતો. સીબીઆઈના હેડક્વાર્ટર પહાેંચ્યા બાદ મિશેલને બેચેની થવા લાગી હતી તેથી ડોક્ટરને બોલાવવા પડયા હતા. સારવાર અપાયા બાદ તે સ્વસ્થ થઈ ગયો હતો અને પછી તેની પૂછપરછ શરૂ કરાઈ હતી.
આ પહેલાં સીબીઆઈના સંયુક્ત ડાયરેક્ટર સાઈ મનોહરના નેતૃત્વમાં સીબીઆઈની એક ટીમ મંગળવારે રાત્રે 10ઃ35 વાગ્યે યુએઈથી દિલ્હી આવી હતી. આૈપચારિકતાઆે પૂરી કર્યા બાદ તેને ઈન્દીરા ગાંધી એરપોર્ટ પરથી જ અટકાયતમાં લઈ લેવાયો હતો.
સીબીઆઈ મિશેલ પાસેથી એ જાણવા માગે છે કે ફિનમૈક્કેનિકા અને આેગસ્ટા વેસ્ટલેન્ડમાં તેની કંપનીઆેને મળેલી 283 કરોડ રૂપિયા (4.22 કરોડ યૂરો)ની રકમને તેણે આગળ કઈ રીતે વિતરતિ કરી જેથી લાંચની રચન અંગેની ભાળ મેળવી શકાય.

Comments

comments

VOTING POLL