‘મિ-ટુ’નું નવું નિશાનઃ હવે ગાયક અભિજિત પર સતામણીનો આરોપ

October 11, 2018 at 10:48 am


અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર પર જાતિય સતામણીનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો અને ત્યારપછી એક પછી એક હસ્તીઆે પર કોઈને કોઈ મહિલા આરોપ મૂકવા લાગી છે. જાતિય સતામણી થયાનો ખુલાસો કરવા અંગેના આ અભિયાન ‘મિ-ટુ’ અંતર્ગત હવે જાણીતા ગાયક અભિજિત ભટ્ટાચાર્ય પર પણ એક મહિલાએ આવો આરોપ લગાવ્યો છે.

નાના પાટેકર, આલોક નાથ જેવા કલાકારો બાદ હવે ગાયક અભિજિત પર એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે અભિજિતે કોલકાતાના એક પબમાં તેની જાતિય સતામણી કરી હતી. આ મહિલા પૂર્વ ફ્લાઈટ એટેન્ડન્ટ છે. આ ઘટના 1998માં બની હોવાનું તેણે જણાવ્યું છે.

પોતાની ફેસબુક પોસ્ટમાં આ મહિલાએ બોધિસત્વ યામાયોહો નામથી અભિજિત પર આ આરોપ લગાવ્યો છે. તેણે લખ્યું છે કે તેણે પબમાં અભિજિત સાથે ડાન્સ કરવાની ના પાડી તો ઉશ્કેરાઈને અભિજિતે તેનું કાંડુ પકડીને પોતાની નજીક ખેંચી હતી અને ખૂબ નજીક આવીને કાનમાં બૂમ પાડીને અપશબ્દો કહ્યા હતા. તેના કહેવા પ્રમાણે, અભિજિતે કહ્યું હતું, ‘…આે’ તું તારી જાતને શું સમજે છે, જો હું તને પાઠ ભણાવું છું. અને લગભગ કિસ કરી લેવાની સાથે અભિજિતે તેના કાનને કરડી ખાધો હતો.

જો કે અભિજિત ભટ્ટાચાર્યએ આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું, હું ક્યારેય ડિસ્કોથેક કે પબમાં ગયો નથી, તેથી એ મહિલા સંપૂર્ણપણે જુઠું બોલી રહી છે.

અભિજિત વિરુદ્ધ અન્ય કેટલીક મહિલાઆેએ અગાઉ ઘણીવાર જાતિય સતામણીના આરોપો મૂક્યા છે. જો કે અભિજિતે કહ્યું હતં કે 1998 કે એ સિવાય કોઈપણ સમયે મેં એવું કોઈ કૃત્ય કર્યુ નથી. મારું નામ વેચાય છે. કોઈને મારું નામ ઉછાળીને પૈસા મળતા હોય તો તે કમાઈ લે, મને વાંધો નથી.

અભિજિતે કહ્યું હતું, મને એ પણ ખબર નથી કે મારે આ મામલે કોની સામે એક્શન લેવા જોઈએ. શા માટે મારે આવી કોઈ વ્યિક્ત પર ધ્યાન આપવું જોઈએં ‘મિ-ટુ’ના આધારે જે કોઈ બહાર આવી રહ્યું છે તે લોકો કદરુપા, ગંદા, જાડા કે પાતળા છે, એ કોઈ પર ધ્યાન આપવાની જરુર નથી. તમે જૂઆે તો મોટાભાગની જાડી અને કદરુપી મહિલાઆે આવા આરોપો કરી રહી છે.

Comments

comments

VOTING POLL