મીઠીરોહરની ટીમ્બરમાં ગળુ દબાણી મહિલાની હત્યા

August 31, 2018 at 10:47 pm


જમવાનું બનાવવા બાબતે હત્યા કરનાર આરોપી રાઉન્ડઅપ

ગાંધીધામ તાલુકાના મીઠીરોહરની સીમમાં આવેલ ગીરીરાજ ટીમ્બરમાં જમવાનું બનાવવા બાબતે મહિલાને માર મારી ગળુ દબાવીને હત્યા કરનાર શખ્સ સામે ફરિયાદ નાેંધી રાઉન્ડઅપ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગાંધીધામ બી ડિવિઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, મીઠીરોહરની સીમમાં આવેલ ગીરીરાજ ટીમ્બરમાં રહેતા સીમાદેવી સંજયરામ (ઉ.વ.ર8) મુળ બિહારના છે તે ટીમ્બરમાં તેના પતિ સાથે રહેતા હતા પણ તેનાે પતિ દસ-પંદર દિવસ પહેલા તેને છોડીને જતાે રહેતા સીમાદેવી સંજયરામ ટીમ્બરમાં જ મનીષકુમાર બચ્ચારામ સાથે રહેતા હતા.

દરમિયાન ગત રાત્રિના 3 વાગ્યાના અરસામાં જમવાનું બનાવવા બાબતે બન્ને વચ્ચે બાેલાચાલી બાદ મનીષકુમાર વચ્ચારામ નામના શખ્સે સીમાદેવી સંજયરામને લાકડાના ધોકાથી માર મારીને ગળુ દબાવી હત્યા કરી નાખી હતી.

ટીમ્બરમાં બનેલા આ હત્યાના બનાવની જાણ થતાં જ પાેલીસ ઘટના સ્થળે પહાેંચી હતી. અને તપાસ શરૂ કરી હતી. પાેલીસે રાજુ સુરેશકુમાર સહાની (રહે. ગીરીરાજ ટીમ્બર મીઠીરોહર)એ નાેંધાવેલી ફરિયાદના આધારે મુળ બિહારના સિકનદરપુરના હાલ ગીરીરાજ ટીમ્બરમાં રહેતા સીમાદેવી સંજયરામની હત્યા કરનાર મનીષકુમાર બચ્ચારામ સામે ગુનાે નાેંધી તેને રાઉન્ડઅપ કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Comments

comments

VOTING POLL