મીની તરણેતર સમા મોટાયજ્ઞના મેળાનું તા. ર3થી ર6 ચાર દિવસીય આયોજન

September 7, 2018 at 8:46 pm


સતર એકમાં પથરાયેલા આ મેળામાં મનાેરંજન સહિત ખાણી-પીણી, કટલેરી, રમકડા સહિતના સાતસાે જેટલા સ્ટોલો ઉભા કરાશે, સહેલાણીઆે માટે તમામ સવલતાે આયોજકો દ્વારા કરાશે

મીની તરણેતર સમા મોટા યક્ષનાે મેળો આગામી તા. ર3થી ર6 સપ્ટેમ્બર ચાર દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. સતર એકરના પટાંગણમાં પથરાયેલા આ મળામાં મનાેરંજન સાથે વિવિધ સ્ટોલો તથા મેળો માણવા આવનાર સહેલાણીઆે માટે સુરક્ષા સહિતની સવલતાે ઉભી કરાશે.

આ મેળાને માણવા યજ્ઞ મંદિરની આજુબાજુના ગામો સાંયરા, દેવપર, વિથોણ, ધાવડા, અંગીયા, લખાડી, તરા, મંજલ, મોરગર, પલીવાડ, આણંદપર, મંગવાણાના લોકો ધંધાથેૅ બહાર વસતા હોય છે. તે પાેતાના માદરે વતનનાે મેળો માણવા પહાેંચી આવે છે. પ્રથમ દિવસે રવિવારના રાજકીય, સામાજીક તથા યક્ષ દેવના પુજારી રતન વાઘા ભોવા દ્વારા મેળાનું ઉદઘાટન કરવામાં આવે છે. સવારના પહેલા સાંયરા(યક્ષ)ની બાજુમાં આવેલ બાખાડી ડુંગર પર યજ્ઞદેવની સાંયરીમા અને ભીખુ ઋષીનું મંદિર આવેલ છે ત્યાં ધ્વજારોહણ કર્યા બાદ યક્ષદેવને દાગીના તથા વાઘા પહેરાવીને ત્યારબાદ ધ્વજારોહણ અને આરતી કર્યા બાદ જ આ મેળાનું ઉદઘાટન થાય છે. આમ આ મેળાના આયોજનમાં મેળા સમિતિ અધ્યક્ષ ધીરૂભાઈ પટેલ, સરપંચ કમળાબેન પટેલ, ઉપસરપંચ પચાણ મહેશ્વરી, તલાટી દેવેન્દ્ર ઠાકોર, રામજીભાઈ ભોવા, નવીનભાઈ ભોવા, લાખાભાઈ ભોવા, ડોસાભાઈ ભોવા સહિતના આગેવાનાે જહેમત ઉઠાવી રહ્યાા છે. તેવું મોટાયક્ષદાદા મંદિરના પુજારી રતન વાઘા ભોવા, મોટા યજ્ઞ સમસ્ત ભોવા પરિવાર, મોટાયજ્ઞ ટ્રસ્ટી પરિવાર તથા સાંયરા(યક્ષ) જુરા ગ્રામ પંચાયત પરિવાર જણાવ્યું હતું.

ગુજરાતનાે મીનીતરણેતર અને કચ્છનાે મોટામાં મોટો મોટા યજ્ઞના મેળાને ગણતરીના જ દિવસાે બાકી છે ત્યારે આ મેળાની તડામાર તૈયારીઆે થઈ રહી છે. ભુજની 30 કિ.મી.ના અને નખત્રાણાથી 13 કિ.મી.ના અંતરે ભુજ-નખત્રાણા હાઈવે પર આવેલ કકડભીટ્ટ (મોટાયક્ષ)નું મંદિર આવેલું છે. દર વર્ષની જેમ આ વષેૅ પણ સાંયરા(યક્ષ) ગ્રામ પંચાયત અને મોટાયજ્ઞ ભોવા પરિવાર તરફથી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેળો રાજ્યનાે બીજા નંબરનાે મેળો છે. ચાર દિવસીય આ મેળામાં જિલ્લા સમગ્ર રાજ્ય અને દેશમાંથી લોકો મેળાની મોજ માણવા આવે છે.

મેળા સમિતિના અધ્યક્ષ ભુતપુર્વ સરપંચ ધીરજભાઈ સંભાળી રહ્યાા છે. સતર એકરના પટાગણમાં મનાેરંજન સાથે ખાણી-પીણી, કટલેરી તેમજ વિવિધ પ્રકારના આશરે સાતસાે જેટલા સ્ટોલો ખડા કરવામાં આવશે જેમાં વેપારી કે ગ્રાહકોને કોઈ પણ જાતની ખરીદી કે વેચાણમાં તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખીને બજારો ઉભી કરવામાં આવી છે. પાેલીસ ખાતા દ્વારા તથા હોમગાર્ડ ખાતા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે. સાથે મહિલા પાેલીસ પણ અહીં રાત-દિવસ ફરજ બજાવે છે. મોટાયક્ષ ગામના ભોવા પરિવારના યુવાનાે તથા વિથોણ ગામના પાટીદાર સમાજના યુવાનાે પણ પાેલીસ તથા હોમગાર્ડને મદદરૂપ થવા વોલીન્ટર તરીકે સેવા આપશે. ફાયર બ્રીગેડ વાળા, 108 તેમજ એમ્બ્યુલન્સ યક્ષ પર જ ઉભી રાખવામાં આવે છે. મંગવાણા પીએચસી કેન્દ્ર દ્વારા ચોવીસે કલાક દવાની સુવિધા સાથે મેળાની અંદર જ દવાખાનું બનાવે છે. અને દદીૅ વધારે ગંભીર હોય તાે 108 દ્વારા બાજુના દવાખાને પણ પહાેંચાડે છે. જેથી દદીૅને સત્વરે સેવા મળી શકે. પાેલીસ ખાતા દ્વારા ચોવીસે કલાક મેળાની અંદર પાેલીસ ચોકી તેમજ ભીડ વધુ રહેતી હોય ત્યાં જવાનાેને ઉભા રખાશે. મેળામાં સીસીટીવી કેમેરા ગાેઠવવામાં આવશે.

Comments

comments

VOTING POLL