‘મી-ટુ ‘ મુવમેન્ટ કેટલી અનિવાર્ય

October 15, 2018 at 9:56 am


મી-ટુ મૂવમેન્ટ જંગલની આગની જેમ પ્રસરી રહી છે. દરરોજ કોઇને કોઇ મહિલા અચાનક સોશ્યલ મીડિયા પર પ્રગટ થાય છે અને પોતાની સાથે થયેલી છેડછાડ, જબરજસ્તી, જાતીય સતામણી, બળાત્કાર, ગંદા મેસેજીસની વાતો વહેતી મૂકે છે. એક રીતે કહીએ તો પત્રકારત્વ, ફિલ્મો-ટેલિવિઝન જેવી ઝાકઝમાળથી ભરપૂર ઇન્ડસ્ટ્રી અને આેફીસો વગેરેમાં કામ મહિલાઆેએ રીતસર જેહાદ છેડી છે.

સત્તા સ્થાને બઠેલા કેટલાક લોકો, કલાકારો-દિગ્દર્શકો, નિમાર્તાઆે, સાથી કલાકારો સાથે કામ કરતી કે હાથ નીચે કામ કરતી મહિલાઆેની સાથે બેહંદુ વર્તન કરે, છેડતી કરે, અïલીલ ભાષામાં વાત કરે કે મેસેજ મોકલે, અડધી રાતે અભિનેત્રીની હોટલના રુમના દરવાજા ખખડાવે…આવી તો કેટકેટલી હૈયાવરાળ મહિલાઆે હવે કાઢી રહી છે. હવે મહિલાઆેએ હિમ્મત કરી છે. અત્યાર સુધી ચૂપચાપ સહન કરનારી મહિલાઆે હવે બિન્ધાસ્ત બનીને પોતાની સાથે થયેલા ગેરવતાર્વ સામે અવાજ ઉઠાવી રહી છે.

મી-ટુ મૂવમેન્ટની આગની લપેટમાં નાના પાટેકર, બાબુજીના હુલામણા નામથી મશહંર આલોકનાથ, નિમાર્તા-દિગ્દર્શક સુભાષ ઘાઇ, સાજિદ ખાન, દિગ્દર્શક વિકાસ બહલ, પીયૂષ મિશ્રા, સુભાષ કપૂર, સુભાષ ઘાઈ, વગેરે આવી ગયા છે. આ યાદી ઘણી લાંબી છે. સૌથી ચાેંકાવનારી બાબત તો એ છે કે કેટલીક મહિલા પત્રકારોએ એમ. જે. અકબર જેવા સીનિયર રાજકારણી અને મોદી સરકારના પ્રધાન સામે આક્ષેપોની આતશબાજી શરુ કરી છે. મામલો ઘણો ગંભીર બન્યાે છે. અને એટલે જ મી-ટુ મૂવમેન્ટની ઝડપ જોઇને સરકારે આની નાેંધ લેવાની ફરજ પડી છે. સરકાર મી-ટુ મૂવમેન્ટના મામલામાં સત્તાવાર નિવેદન બહાર પાડવું પડે એવું કદાચ પહેલીવાર બન્યું છે.

કોઇ પુરુષની ગંદી હરકતો સામે બંડ પોકારનારી મહિલાઆે, સ્વાભાવિક રીતે,પીડાઈ હશે. તેઆે વરસોથી આ બોજ સાથે જીવી હશે. માત્ર પોતાનું નામ રોશન કરવા માટે જ તેમણે માેં ખોલવાનું તો નક્કી નહી જ કર્યું હોય! નેશનલ કમિશન ફોર વિમેનનું એવું માને છે કે જાતીય સતામણીનો ભોગ બનેલી ઘણી મહિલાઆે સતામણી કરનારનું નામ – જાહેર કરવા અને સામે વાળાની નાલેશી કરવાથી આગળ વધીને વિધિવત રીતે ફરિયાદ નાેંધાવતી નથી.

મહિલાઆેની સલામતી અને ગરિમા-ગૌરવ માટે પ્રતિબદ્ધ આ કમિશનનું આ નિવેદન મહÒવનું છે. મહિલાઆેએ પૂરતા પુરાવાઆે અને અડગ નિર્ધાર સાથે વિધિવત્ ફરિયાદ નાેંધાવવી જોઇએ. અને એટલે જ કાનૂની હસ્તક્ષેપ વ્યિક્તગત ન્યાય માટે તો ખરો જ પરંતુ મી-ટુ મૂવમેન્ટની સફળતા માટે પણ અનિવાર્ય બન્યાે છે.

Comments

comments

VOTING POLL