મુંદરાના ડેપ્યુટી કલેકટર વિરૂધ્ધ એટ્રાેસીટી એકટ હેઠળ ગુનો દાખલ કરવા રજૂઆત

January 19, 2019 at 9:41 am


Spread the love

મુંદરા ડેપ્યુટી કલેકટર વિરૂધ્ધ મુંદરાના એડવોકેટે એટ્રાેસીટી એકટ હેઠળ ગુનો દાખલ કરવા માટે મુંદરા પોલીસ ઈન્સ્પેકટરને સંબોધી એક અરજી કરી છે. આ બાબતથી સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.
મુંદરાના એડવોકેટ રવિલાલ કોરશીભાઇ મહેશ્વરીએ મુંદરા પીઆઇને સંબોધી કરેલી અરજીમાં જમીન બાબતે મુંદરા નાયબ કલેકટર સમક્ષ ચાલતા કેસ અંગે આજે પોતાના અસીલ સાથે હાજર હતા દરમિયાન નાયબ કલેકટર દ્વારા અસીલ સાથે વાત કરી છે તેમ જણાવી પોતાને બહાર જવા જણાવ્યું હતું બાદમાં પોતાના અસીલ મામણીયા પ્રેમજી રામજીને જમીન બાબતે ચર્ચા કરી પોતાના વિરૂધ્ધ ગંભીર પ્રકારના શબ્દો ઉચ્ચાર્યા હોવાનું આ અરજીમાં જણાવ્યું છે.
મંુદરા પોલીસ મથકે રવિલાલ મહેશ્વરી દ્વારા આપવામાં આવેલી આ અરજીમાં સવારથી બનેલા સમગ્ર ઘટનાક્રમ અંગે વિસ્તૃત વિગતો દશાર્વવામાં આવી છે અને બદનક્ષી તથા જાતિ અપમાનીત સહિતના ગંભીર આક્ષેપો પણ આ અરજીમાં કરવામાં આવ્યા છે. આ બનાવ બાદ મુંદરા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી તેમજ એડવોકેટ દ્વારા પણ મીટીગોનો દોર કરવામાં આવ્યો હતો. એડવોકેટ રવિલાલ મહેશ્વરી દ્વારા મુંદરા પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. ત્યારે આ અંગેનો ગુનો નાેંધાય તે માટેની પણ વકીલો દ્વારા માગ કરવામાં આવી રહી છે.