મુંદરામાં ગળેફાંસો ખાઇ યુવાન પરિણીતાની આત્મહત્યા

February 12, 2019 at 8:55 am


કચ્છમાં હમણા આત્મહત્યાના બનાવોનું પ્રમાણ વધતું જાય છે. આજે મુંદરાના બારોઇ રોડ પર રહેતી પરિણીતાએ પતિએ જમવાનું બનાવવા અને દિકરાને સાચવવા જેવી બાબતમાં ઠપકો આપતાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ બન્યાે છે.

આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે મુંદરાના બારોઇ રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતી 3પ વષ}ય યુવાન પરિણીતા સ્વાતિસિંઘ શિવ બાલકસિંઘ બહાદૂરસિંઘે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જમવાનું બનાવવા અને દિકરાના અભ્યાસ બાબત પતિએ ઠપકો ટઆપતા આ પરિણીતાને લાગી આવ્યું હતું અને તેણે ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું.

આ અંગે મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નાેંધાયો છે અને પીએસઆઇ પી.કે. લીબાચીયાએ તપાસ શરૂ કરી છે.

Comments

comments

VOTING POLL