મુંબઇમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પદાર્ફાશઃ મહિલા સહિત ચાર શખસો રૂા.39 કરોડના જથ્થા સાથે ઝબ્બે

February 12, 2019 at 10:43 am


મુંબઈની પોલીસે ઈન્ટરનેશનલ ડ્રગ રેકેટનો પદાર્ફાશ કર્યો છે અને ચાર શખસોની રૂા.39 કરોડના નશીલા દ્રવ્યોના જથ્થા સાથે ધરપકડ કરી છે જેમાં બ્રાઝિલની એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ ચારેય શખસો ડ્રગની હેરાફેરી કરે છે અને એમની પાસેથી મુંબઈની પોલીસે રૂા.39 કરોડની કિંમતનો કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો છે. આ ચાર જણાની ગેંગ સાઉથ આફ્રિકામાં ડ્રગની નિકાસ કરવામાં સામેલ છે.

એડિશનલ પોલીસ કમિશનર મનોજકુમારે પત્રકારોને એવી માહિતી આપી છે કે, એમણે ત્રણ નાઈઝીરિયન નાગરિકોની ધરપકડ કરી છે અને એક બ્રાઝિલની મહિલા છે. આ તમામ આરોપીઆેની સામે એનડીપીએસ એકટ હેઠળ કામ ચલાવવામાં આવ્યું છે અને અદાલતે ચારેયને સાત દિવસની પોલીસ રિમાન્ડ પર સાેંપ્યા છે.

બ્રાઝિલની આ મહિલા હજુ થોડા સમય પહેલાં જ એનડીપીએસના કેસમાં ત્રણ વર્ષની જેલ સજા કાપીને બહાર નીકળી હતી અને ફરી તે ડ્રગના જથ્થા સાથે પકડાઈ છે.

મનોજકુમારે કહ્યું કે આ ગેંગ ડ્રગ આફ્રિકામાં પહાેંચાડવા ઘરમાં વપરાતા પડદાઆેની રિ»ગમાં ડ્રગ છૂપાવતી હતી. પડદાઆેમાં તેઆે ડ્રગ સપ્લાય કરવાનું કામ છેલ્લા ઘણા સમયથી કરતા રહે છે. પડદાની અંદર જ્યાં પાઈપ ભરાવવામાં આવે છે ત્યાં ડ્રગ તેઆે ઘૂસાડી દેતા હતા અને આ ડ્રગ તેમાં ઘૂસાડવા માટે તેઆે એક પ્રાેપર મશીનનો ઉપયોગ કરતાં હતા. આ કામ પતી ગયા બાદ કુરિયર કંપની દ્વારા તેઆે આફ્રિકામાં ડ્રગની નિકાસ કરી દેતા હતા. સૌથી વધુ જ્હોનીસ બર્ગમાં તેઆે સપ્લાય કરે છે.

રવિવારે ફરીવાર મોટો જથ્થો તેઆે આફ્રિકા કુરિયર મારફત મોકલવાના હતા અને તેઆેની બાતમી પોલીસને મળી જતાં પોલીસ ટૂકડીએ અંધેરી વિસ્તારમાં પહાેંચી જઈને આ ચારેયને જથ્થા સાથે ઝડપી લીધા હતા. કુરિયર કંપનીની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. કોકેઈનનું એરેન્જમેન્ટ બ્રાઝિલની મહિલા કરે છે તેવી પોલીસને શંકા છે અને ચારેયની પૂછપરછ ચાલી રહી છે જેમાં મોટા ધડાકા હજુ પણ થવાની સંભાવના છે.

Comments

comments

VOTING POLL