મુંબઇ, દીવ, દહેરાદુન, ભોપાલ, કોઇમ્બતુરની સંસ્થાઆેને સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીનું જોડાણ

December 6, 2018 at 4:38 pm


સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીનો પદવી સમારોહ આગામી તા.8ને શનિવારે સવારે 11-30 વાગ્યે યુનિવસિર્ટી કેમ્પસ પર યોજાવાનો છે તે પૂર્વે સેનેટ સભ્યોની બેઠક યોજવામાં આવતી હોય છે. આ બેઠકમાં વિવિધ વિદ્યાશાખાના સ્નાતક-અનુસ્નાતક કક્ષાના 49 હજાર જેટલા વિદ્યાર્થીઆેને પદવીઆે એનાયત કરવાનો ઠરાવ પસાર કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીમાં છેલ્લા ઘણા સમયથી રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક જેવી મહત્વની જગ્યાઆે ઈન્ચાર્જથી ચલાવવામાં આવે છે. આ બન્ને હોદ્દાઆે માટે અરજીઆે માગવામાં આવી હતી પરંતુ હજુ સુધી કાયમી અધિકારીની ભરતી થઈ ન હોવાથી આ મુદ્દે ડો.લીલાભાઈ કડછાએ સવાલ ઉઠાવ્યો છે. આ સવાલના જવાબમાં યુનિવસિર્ટીના સત્તાવાળાઆેએ લેખિતમાં કબુલ્યું છે કે, રજિસ્ટ્રારની જગ્યા માટે કુલ 17 અને પરીક્ષા નિયામકની જગ્યા માટે 38 અરજીઆે આવી છે.
સિનિયર સેનેટ મેમ્બર અને જાણીતા શિક્ષણશાસ્ત્રી ડો.પ્રિયવદન કોરાટે પૂછેલા એક સવાલના જવાબમાં યુનિવસિર્ટીએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી સંલગ્ન કોલેજો ગુજરાત બહાર પણ આવેલી છે અને તેમાં મુંબઈ ખાતે આેલ ઈન્ડિયા ઈિન્સ્ટટયુટ આેફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, દીવમાં સરકારી કોલેજ, દહેરાદુનમાં વાઈલ્ડ લાઈટ ઈિન્સ્ટટયુટ આેફ ફોરેસ્ટ, ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશન ડિપાર્ટમેન્ટ આેફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભોપાલમાં ઈન્ડિયન ઈિન્સ્ટટયુટ આેફ ફોરેસ્ટ મેનેજમેન્ટ અને કોઈમ્બતુરમાં સલીમ અલી સેન્ટર ફોર આેનિર્થોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી સંસ્થાનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં અને વિશ્વના અનેક દેશોમાં રાત્રી કોલેજો ચાલે છે તે મુજબ જિલ્લા મથકોએ સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીએ પણ રાત્રી કોલેજોને મંજૂરી આપવી જોઈએ તેવો પ્રસ્તાવ ડો.પ્રિયવદન કોરાટે મુકયો છે. ડો.ધરમ કાંબલિયાએ પણ અલગ પ્રસ્તાવ રજૂ કરીને જણાવ્યું છે કે, આસીસ્ટન્ટ પ્રાેફેસર, એસોસિએટ પ્રાેફેસર અને પ્રાેફેસર સંવર્ગના ટિચિંગ સ્ટાફ માટે કોટ, પેન્ટ, ટાઈ જેવા ડ્રેસકોડ હોવા જોઈએ. સેનેટસભ્ય ડો.તોસીફ પઠાણે એવો પ્રસ્તાવ રજૂ કર્યો છે કે, સપ્લીમેન્ટરી પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં વિદ્યાર્થીઆેનું વર્ષ ન બગડે તે માટે ગ્રાન્ટેડ કોલેજોમાં 10 ટકા બેઠકો સુપર ન્યુમરી બેઠક તરીકે રાખવી જોઈએ અને રમત-ગમત ક્ષેત્રે કોઈ વિદ્યાર્થી ડિસ્ટિ²કટ અથવા સ્ટેટ લેવલે સફળતા પ્રાપ્ત કરે તો તેને કોલેજમાં પ્રવેશ માટે 10 ટકા અનામત બેઠક રાખવી જોઈએ.

Comments

comments

VOTING POLL