મુંબઈથી રાજકોટ આવવા નીકળેલો બિલ્ડરનો પુત્ર ભેદી સંજોગોમાં ગુમ

April 12, 2019 at 4:08 pm


શહેરના નામાંકિત બિલ્ડરમાં જેનું નામ આવે છે તેવા એક રાજકોટના મોટા ગજાના બિલ્ડર હાલ આર્થિક ભીંસમાં હોય તેનો પુત્ર મુંબઈ લોન માટે ગયા બાદ ટ્રેન મારફતે પરત રાજકોટ આવતો હતો ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશનેથી ભેદી સંજોગોમાં ગુમ થતાં અનેક તર્ક–વિતર્ક સર્જાયા છે.

રાજકોટના જે.કે.હોલવાળા બિલ્ડર બાબુભાઈ સખીયાનો યુવાન પુત્ર મુંબઈથી ટ્રેનમાં રાજકોટ આવવા નીકળ્યો હતો. રાત્રે ૨ વાગ્યે તે અમદાવાદ પહોંચ્યા બાદ મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. કિશોર સખીયા ગુમ થવા પાછળ અનેક રહસ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગોંડલ રોડ પર કાંગશીયાળી પંથકમાં આસ્થા રેસીડેન્સી અને કલ્પવન નામની મોટી સાઈટ ધરાવતાં અને મોટા પ્રોજેકટ હાથ ઉપર લેનાર કિશોર સખીયા છેલ્લા ઘણા વખતથી આર્થિક ભીંસમાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે તેમજ તે મુંબઈ લોન અર્થે ગયો હતો અને પરત ટ્રેનમાં રાજકોટ આવતો હતો ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશનેથી તે રહસ્યમય રીતે લાપત્તા બન્યો છે. આ ઘટનાથી બાબુભાઈના સગા–સંબંધીઓ તેમજ મિત્રો અને શુભચિંતકો તેમના ઘરે દોડી ગયા હતા અને આ બાબતે પોલીસ અધિકારીઓનો સંપર્ક કરતાં કિશોર સખીયાનો પતો લગાવવા પોલીસે પણ ગુ રીતે તપાસ શરૂ કરી છે અને મોબાઈલના કોલ ડિટેઈલના આધારે પોલીસ તપાસ કરી રહી છે. આ બનાવ અપહરણનો છે કે પછી કિશોર સખીયા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે ? તે મુદ્દે બિલ્ડર લોબીમાં ચર્ચા જોવા મળી રહી છે.
કિશોર સખીયા મોટા ગજાના બિલ્ડર હોય પરંતુ છેલ્લા ઘણા વખતથી તે આર્થિક ભીંસમાં હતા આથી કિશોર સખીયાના ગુમ થવા પાછળનું કારણ શું તે જાણવા અનેક ચર્ચાઓ જાગી છે.

Comments

comments