મુંબઈના હાલ બેહાલ

July 11, 2018 at 9:47 am


મેઘરાજા આ વખતે ફરી વખત મોહમયી નગરી ઉપર કોપાયમાન થયા છે અને જ્યાં સ્થળ ત્યાં જળ થઇ ગયું છે. આમ તો મુંબઈ માટે વરસાદનો કહેર નવો નથી પરંતુ દર વખતે જળભરાવની સ્થિતિ બદતર થતી જાય છે. ચોમાસાની સિઝન શરુ થાય કે તરત જ મુંબઈવાસીઆેનો જીવ ફફડી ઊઠે છે.. ચારેતરફ નજીવા વરસાદમાં પણ ઘૂંટણસમાણા પાણી ભરાઈ જાય છે. વાહનવ્યવહાર ઠપ થઈ જાય છે અને જીવનને પૂર્વવત્ થવામાં આખો દિવસ કે ક્યારેક તો બે દિવસ પણ નીકળી જાય અને આવું આજે જ નથી થતું, આ તો વર્ષોથી થતું આવ્યું છે.

હમણાં એક સમાચાર માધ્યમમાં છેલ્લાં દસ વર્ષનો મુંબઈનો રિપોર્ટ દશાર્વવામાં આવ્યો હતો. સૌથી નવાઈની વાત એ છે કે દસ વર્ષના આ રિપોર્ટમાં જે સ્થળે પાણી ભરાયા હતા તે સરખા જ હતા. માત્ર પાણી ભરાવાની સંખ્યામાં થોડાઘણા અંશે ઘટાડો કે વધારો થયો હતો, બાકી તમામ દૃશ્ય સરખાં જ હતાં.અત્યારે મુંબઈ થંભી ગયું છે અને લાખો લોકો હેરાનગતિ અનુભવી રહ્યા છે.

આમ તો આખા મુંબઈની સ્થિતિ ખરાબ છે પણ સૌથી ખરાબ હાલત પાલઘરની છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે પાલઘર જિલ્લાે જળબંબાકાર થઇ ગયો હોઇ વસઇ પૂર્વના વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ નિમાર્ણ થઇ છે અને . પરિણામે પાણી વચ્ચે 300થી વધુ લોકો ફસાતાં તેમના માટે પ્રશાસન તરફથી ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ સાવચેતીના પગલાં પણ લેવાયાં હતાં, દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ફૂડપેકેટ આપવા પડે તેવી સ્થિતિ માટે જવાબદાર સામે પગલાં લેવાવા જોઈએ.

Comments

comments