મુંબઈમાં કાળી-પીળી તરીકે આેળખાતી પ્રીમિયર પદમીની ટેક્સી બનશે ઈતિહાસ

October 9, 2019 at 11:03 am


મુંબઈગરાઆેની એક સમયે અત્યંત માનીતી ગણાતી કાળી-પીળી પ્રીમિયર પદમીની ટેક્સી બહુ જલદી હવે મુંબઈના રસ્તા પરથી અØશ્ય થવાની છે. મુંબઈના રસ્તા પર પૂરઝડપે દોડનારી ઈન્ડો-ઈટાલિયન મોડેલની આ ટેક્સીનું જો ઉત્પાદન તો 2000ની સાલમાં જ બંધ થઈ ગયું હતું. મુંબઈના રસ્તા પર હાલ ગણીને માત્ર 50 થી 60 જેટલી ટેક્સીઆે પ્રીમિયર પદમીની બાકી રહી હશે. આ ટેક્સીઆેને જૂન 2020 સુધીમાં મુંબઈના રસ્તા પર દોડાવાનું બંધ કરાશે. મુંબઈ ટેક્સીમેન્સ યુનિયન લીડર એ.એલ. ક્વોડ્રસના કહેવા મુજબ એક સમયે મુંબઈમાં ફક્ત પદમીની
ટેક્સી દોડતી હતી પણ કંપનીએ તેનું ઉત્પાદન બંધ કર્યા બાદ વાહનોના સ્પેર પાર્ટ મળવાનું પણ મુશ્કેલ હતું. એટલે ધીમે ધીમે પદમીનીનું સ્થાન આેમની અને સેન્ટ્રાે જેવી ગાડીઆેએ લઈ લીધું હતું. મુંબઈમાં હાલ લગભગ 48 હજાર જેટલી કાળી-પીળી ટેક્સી છે, તેમાં હવે માત્ર 50થી 60 જેટલી જ પદમીનીની ટેક્સી રહી છે. આ ટેક્સીઆેનું આયુષ્ય પણ જૂન 2020ની સાલમાં પૂરું થઈ જશે. એટલે ત્યારબાદ પદમીની ટેક્સી મુંબઈગરા માટે એક ભવ્ય ભૂતકાળ બની જશે.
ફીઆટ 1100ની સ્વેદશી બનાવટની કાર ફીઆટ 1100 ડીલાઈટ તરીકે 1964માં બજારમાં પ્રવેશી હતી. 1965ની સાલમાં તેનું નામ પ્રીમિયર પ્રેસીડન્ટ થઈ ગયું હતું અને 1974ની સાલમાં તેનું ભારતના મહાન રાણીઆેમાં જેની ગણના થાય તે રાણીના નામ પર તેનું નામ બદલીને પ્રીમિયર પદમીની થઈ ગયું હતું. સતત ત્રણ દાયકા સુધી તેણે મુંબઈના રસ્તા પર રાજ કર્યું હતું.
મુંબઈમાં ગણીગાંઠી સંખ્યામાં રહેલી પદમીની તેના કદને લઈને પ્રવાસીઆેની માનીતી હતી. 60ના દાયકામાં કદમાં અને વજનમાં ભારે કહેવાતી ઍમ્બેસેડરની સામે મુંબઈમાં સત્તાધારીઆેએ પદમીનીને પસંદ કરી હતી, જે તે જમાનમાં દિલ્હી અને કોલકાતામાં ભારે જાણીતી હતી. દેખાવમાં એકદમ સીધીસાદી કદમાં ઍમ્બેસેડરની સરખામણીમાં નાની હોવા છતાં લોકોની તે માનીતી હતી. 70 અને 80ના દાયકમાં લોકોમાં ટેક્સીમાં પ્રવાસ કરવાનું ચલણ વધી ગયું હતું અને 90ના દાયકામાં મુંબઈમાં કાળી-પીળી ટેક્સીની સંખ્યા 63,200 પર પહાેંચી ગઈ હતી.
પદમીનીમાં આરામદાયક પ્રવાસની સાથે જ સામાન મૂકવા માટે ડીકીમાં ભરપૂર જગ્યા મળતી હતી. પ્રવાસીઆેને ટેક્સીમાં પગ મૂકવાને પણ ભરપૂર જગ્યા મળતી હતી. સામાન મૂકવા માટે ઉપર કેરિયર પણ રહેતું હતું. મુંબઈમાં ટેક્સીનો પણ બહુ જૂનો ઈતિહાસ છે. મુંબઈમાં પહેલી વખત 1911ની સાલમાં ટેક્સી દોડી હતી અને તેણે ઘોડાથી ચાલતી વિક્ટોરિયાનું સ્થાન લીધું હતું.

Comments

comments