મુંબઈમાં ગઈ રાતથી વરસાદ બંધ છતાં લોકલ ટ્રેનો ધીમી

July 11, 2018 at 10:53 am


મુંબઈને સતત ચાર દિવસ સુધી મેઘરાજાએ ધબધબાવ્યા બાદ મુંબઈ થંભી ગયું હતું અને ટ્રેન તેમજ હવાઈ સેવા ખોરવાઈ ગઈ હતી. ઠેર ઠેર નદીઆે જોવા મળી હતી અને મુંબઈના કેટલાક વિસ્તારોમાં હોડીની સેવા મુકવી પડી હતી. મુંબઈમાં નેવી પણ મદદે આવી છે. જો કે ગઈકાલે રાત્રે આખા મુંબઈમાં વરસાદ થંભી ગયો હતો અને આખી રાત વરસાદ પડયો નથી છતાં હજુ લોકલ ટ્રેન સેવા અવરોધીત છે.
કેટલાક વિસ્તારોમાં લોકલ સેવા શરૂ થઈ છે તો કેટલાકમાં એકદમ ધીમી ગતિએ ચાલી રહી છે. એ.સી.લોકલ સેવા સદંતર બંધ કરી દેવામાં આવી છે. વિરાર અને ચર્ચગેટ સુધી સેવા ધીમી ગતિએ શરૂ થઈ હતી. જો કે હજુ પણ નોકરી-ધંધે જતાં લોકો મુસિબતમાં છે. એમને લોકલ ટ્રેનો સમયસર મળે એમ નથી. હજુ પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. કેટલાક વિસ્તારોમાં આેસરવા માંડયા છે પરંતુ સંપૂર્ણ રીતે મુંબઈ હજુ ટ્રેક પર આવી શક્યું નથી. આખી રાત ગઈકાલે મુંબઈમાં વરસાદ પડયો નથી. જો કે હજુ પણ આકાશ વાદળોથી ઘેરાયેલું છે અને આજે ફરી પાછો વરસાદ શરૂ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

Comments

comments

VOTING POLL