મુંબઈમાં બીકેસી ટાવરમાં સૌથી માેંઘો સોદોઃ 2500 કરોડમાં વેંચાયું બિલ્ડીગ

June 19, 2019 at 11:56 am


સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના સૂત્રોએ જણાવ્યું, ગ્લોબલ રિયલ એસ્ટેટ રોકાણકાર બ્લેકસ્ટોન અને રેડિયસ ડેવલપર્સ વચ્ચે બાંદ્રા-કુલર્િ કોમ્પ્લેક્સના એક બિલ્ડિંગનો સોદો રૂપિયા 2,500 કરોડમાં થયો. ગયા ગુરુવારે આ ડીલ ફાઈનલ થઈ. સૂત્રોના મતે, ફાઈનલ એગ્રીમેન્ટ થઈ ચૂક્યું છે અને હવે બ્લેકસ્ટોન પાસે બિલ્ડિંગનો 60% હિસ્સો છે.
બ્લેકસ્ટોને વન બીકેસીની વિંગ એમાં રોકાણ કર્યું છે. આ 18 માળના બિલ્ડિંગમાં લગભગ 6.5 લાખ સ્ક્વેર ફુટની જગ્યા ભાડાપટ્ટે લેવામાં આવી છે. આ બિલ્ડિંગના ભાડુઆતોમાં બેંક ઓફ અમેરિકા, ફેસબુક, અમેઝોન, જેએલએલ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, કુસમન, વકુફીલ્ડ, બ્રુકફિલ્ડ, સિસ્કો અને ત્રાફગુરા છે. રેડિયસ અને એમએમઆરડીએ વચ્ચે વધારાના બાંધકામ અધિકારોના પેમેન્ટને લઈને વિવાદ ચાલતો હોવાથી ડીલ થવામાં વિલંબ થયો. એમએમઆરડીએ પાસે બીકેસીની તમામ જમીનની માલિકી છે.
27 માર્ચે હાઈકોર્ટે ચુકાદામાં વિવાદનો અંત આણ્યો. બિલ્ડર પેમેન્ટ કરે તેના સાત દિવસમાં એમએમઆરડીએને એનઓસી તેમજ બિલ્ડિંગનું પાર્ટ ઓક્યુપેશન સર્ટિફિકેટ આપવાનો આદેશ કર્યો. એમઓયુ પર હસ્તાક્ષર થઈ ગયા હતા પરંતુ કોર્ટમાં કેસ ચાલતો હોવાથી ડીલ ફાઈનલ થઈ નહોતી. માર્કેટના સૂત્રોએ અગાઉ આ ડીલને બીકેસીની સૌથી મોંઘી અને કદાચ કોમર્શિયલ બિલ્ડિંગની દેશની સૌથી મોટી ડીલ ગણાવી હતી.

Comments

comments

VOTING POLL