મુંબઈ ઇન્ડિયન્સને હજીયે નોકઆઉટમાં પહોંચવાનો મોકો

April 27, 2018 at 11:30 am


આઇપીએલમાં લગભગ શઆતથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પ્રારંભના અઠવાડિયાઓમાં મોટી સંખ્યામાં મેચો હારતી હોય છે, પરંતુ પછીથી કમબેક કરીને (ઉપરાઉપરી મેચો જીતીને) નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી જતી હોય છે. જોકે, વિક્રમજનક ત્રણ વખત ચેમ્પિયન બનેલી આ ટીમની આ વખતની હાલત ખૂબ ચિંતાજનક છે. શઆતની છમાંથી પાંચ મેચ હારી ચૂકેલી આ ટીમે હવે બાકીની આઠ લીગ મેચો રમવાની છે જેમાંની મોટા ભાગની મેચો જીતીને એને નોકઆઉટમાં જવા મળી શકે. જોકે, એ માટે બાકીની જે ટીમોની એની સાથે સીધી હરીફાઈ થવાની છે એ ટીમો મોટી સંખ્યામાં મેચો હારે એ મુંબઈ ઇન્ડિયન્સ માટે જરી છે.

રોહિત અન્ડ કંપનીની આગામી મેચ આવતી કાલે પુણેમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાશે. સ્પર્ધાની પહેલી જ મેચ (વાનખેડેમાં) ચેન્નઈ સામે રમાઈ હતી જેમાં ચેન્નઈએ એક બોલ બાકી રાખીને એક વિકેટે જીત મેળવી હતી. ચેન્નઈની ટીમ પોઇન્ટસ–ટેબલમાં મોખરે છે, યારે મુંબઈ છેક સાતમા સ્થાને છે

Comments

comments