મુંબઈ: રસ્તે રખડતાં કુતરાને ખવડાવ્યું તો સોસાયટીએ ફટકાર્યો રૂ.3.60 લાખનો દંડ

April 16, 2019 at 10:50 am


કાંદિવલીમાં આવેલી નિસર્ગ હેવન સોસાયટીની નેહા દતવાણી નામની રહેવાસી પર રસ્તે રખડતાં શ્ર્વાનને ખવડાવવાના આરોપસર સોસાયટીએ રૂ. 3.60 લાખનો દંડ ફટકાર્યો હતો. બિલ્ડિેંગના ચેરમેન મિતેશ બોરાએ આ પ્રકરણે જણાવ્યું હતું કે, રસ્તા પરના શ્ર્વાનને બિલ્ડિંગના પરિસરમાં ખવડાવશો તો દંડ ભરવો પડશે, તેવો નિયમ બિલ્ડિંગના 98 ટકા સભ્યોની સહમતિથી રાખવામાં આવ્યો હતો.

જો તેઓ બિલ્ડિંગના પરિસરની બહાર આ પ્રવૃત્તિ કરે છે તો અમને કોઇપણ તકલીફ નથી. આ નિયમ પ્રાણીઓની વિરુદ્ધ નથી, પણ હૃુમન રાઇટ્સ અંગે પણ ઘણા પ્રશ્ર્નો ઉદ્ભવે છે. ઘણા શ્ર્વાન હડકાયા હોય છે. એક વાર ખાવાનું આપીએ છીએ તો વારંવાર આવે છે અને લોકોને હાનિ પહોંચાડી શકે છે. ઉપરાંત સ્વચ્છતા અંગે પણ તકલીફ થતી હોય છે. બિલ્ડિંગના ઘણા રહેવાસીઓએ આ અંગે ફરિયાદ કરી હતી અને તેનો ઉકેલ લાવવા માટે આ નિયમ ઘડવામાં આવ્યો હતો.

જોકે, નેહાએ કહ્યું હતું કે, માર્ચ મહિના સુધીનું રૂ. 3.60 લાખનું મેઇન્ટેનન્સ બિલ શેષ છે. તેમાં રૂ. 75,000 પ્રતિ મહિના શ્ર્વાનને ખાવાનું આપવાને બદલે દંડ ફટકારાયો છે એટલે કે પ્રતિદિનના હિસાબે અઢી હજાર રૂપિયા સોસાયટી વસૂલ કરી રહી છે. અમે જેને ખાવાનું આપી રહ્યા છીએ એ રસ્તે રખડતાં શ્ર્વાન નથી, પરંતુ અમારી સોસાયટીમાં જ તેઓ મોટા થયેલા છે. તેથી આ જે દંડ ફટકારવામાં આવી રહ્યો છે, તે ખોટું છે.

Comments

comments