મુકેશ અંબાણીની બિઝનેસ છાતી 56 ઈચ થઈઃ કંપનીની વેલ્યુ રૂા.8 લાખ કરોડ

August 23, 2018 at 4:27 pm


શેરબજારમાં આજના ટ્રેડિગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્ટોક 1.27 ટકાના ઉંચા દરે હતા અને એ સાથે જ તેની ટોટલ વેલ્યું રૂા.8 લાખ કરોડની થઈ છે.

જયારે આ ફિલ્ડમાં તેના કટ્ટર હરિફ ટીસીએસ કંપનીની મારકેટ વેલ્યુ રૂા.7,77,870 કરોડ જેટલી આંકવામાં આવી છે.

ચાલુ વર્ષના જુલાઈ માસમાં જ મુકેશ અંબાણીની આ કંપનીએ 100 અબજ ડોલરનો મારકેટ કેપિટલાઈઝેશનનો આંક વટાવી લીધો હતો.

ગત પાંચ જુલાઈના રોજ યોજાયેલી આરઆઈએલની વાર્ષિક સામાન્ય સભામાં જ મુકેશ અંબાણીએ એવું એલાન કર્યું હતું કે, 2025 સુધીમાં કંપનીની સાઈઝ ડબલ કરવાનો લક્ષ્યાંક છે.

છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 60 ટકાનો ઉછાળો નાેંધાયો છે. આ જ સમયગાળામાં ટીસીએસ કંપનીના શેરોમાં 63 ટકાનો ઉછાળો હતો.

આ સમયગાળા દરમિયાન જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નિફટીમાં 18 ટકાના ઉછાળામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Comments

comments

VOTING POLL