મુકેશ અંબાણી ગ્રુપ મુંબઈ પાસે હાવર્ડ જેવી યુનિવસિર્ટી બનાવશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે કેન્દ્ર સરકારને માહિતગાર કરી છે કે તે જિયો ઈન્સ્ટીટયુટ નામની એક યુનિવસિર્ટી મુંબઈ પાસે ઉભી કરવા માગે છે અને તે હાવર્ડ ટાઈપની હશે. આ યુનિવસિર્ટી માટે રૂા.1500 કરોડનું રોકાણ કરવામાં આવશે.
સરકારને એવી માહિતી અપાઈ છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે મુકેશ અંબાણી ગ્રુપ દ્વારા આગામી બે વર્ષની અંદર આ હાવર્ડ ટાઈપની યુનિવસિર્ટી ઉભી કરવામાં આવશે અને તેને વર્લ્ડ ક્લાસ કેન્દ્ર બનાવવામાં આવશે.
મુકેશ અંબાણી ગ્રુપ આ માટે સ્ટેનફોર્ડ યુનિવસિર્ટીના નિષ્ણાતો અને શિક્ષણ શાસ્ત્રીઆે સાથે ચર્ચા-મંત્રણા કરી રહ્યા છે અને અમેરિકાની બીજી ટેક્નીકલ યુનિવસિર્ટીઆે તેમજ સિંગાપોરની ટેક્નીકલ સંસ્થાઆે સાથે સંપર્કમાં છે અને એમનો સહકાર મેળવવાના છે. જિયો ઈન્સ્ટીટયુટના નામે આ વર્લ્ડકલાસ શિક્ષણ સંસ્થાઆે ઉભી થશે અને તેના માટે ગ્લોબલ એડવાઈઝરી કાઉન્સીલની રચના થશે અને આ કાઉન્સીલ અભ્યાસક્રમ નક્કી કરવા, અલગ અલગ પ્રાેગ્રામો, રિસર્ચ એજન્ડા અને ભરતી સહિતની બાબતોમાં સલાહ આપશે. રૂા.1500 કરોડનું રોકાણ મુકેશ અંબાણી ગ્રુપ દ્વારા કરવામાં આવશે અને આ માટેની રૂપરેખા ઘડી લેવામાં આવી છે. વિદેશી સંસ્થાઆે સાથે બેઠકોનો દોર સંપન્ન થયા બાદ સત્તાવાર રીતે તેનું કામ આગળ ચલાવવામાં આવશે.