મુકેશ અંબાણી પુત્રી ઈશાનાં લગ્નનું કાર્ડ આપવા 1 કિ.મી. ચાલ્યા

November 6, 2018 at 10:50 am


ધનતેરસ નિમિત્તે સોમવારે સવારે મુકેશ અંબાણી ઉત્તરાખંડના કેદારનાથ ધામ પહાેંચ્યા હતા. જ્યાં ભગવાન કેદારનાથના દર્શન કરીને આશીવાર્દ લીધા હતા. ઉદ્યાેગપતિ મુકેશ અંબાણીએ બદરીનાથ, ચમોલી અને કેદારનાથનાં દર્શન કયા¯ હતાં. બદરીનાથ ધામમાં તેમણે હેલિપેડથી મુખ્ય રોડ એક કિલોમીટર સુધીનો પ્રવાસ પગપાળા કર્યો હતો. તેમણે પુત્રી ઈશાનાં લગ્નની પહેલી કંકોતરી ભગવાન બદરીવિશાલને અર્પણ કરી હતી. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું, હું કેદારનાથના આશીવાર્દ લેવા માટે આવ્યો છું. મેં પુત્રી ઈશા અંબાણીના લગ્ન અગાઉ કેદારનાથના દર્શન કરીને તેમના આશીવાર્દ માગ્યા છે. મુકેશ અંબાણીએ ત્યારબાદ દેશના સૌ લોકોને દિવાળીની શુભેચ્છાઆે આપી હતી.

મુકેશ અંબાણીની પુત્રી ઈશાના લગ્ન આનંદ પીરામલની સાથે 12 ડિસેમ્બરે યોજાશે. કેદારનાથના દર્શન અગાઉ અંબાણી પુત્રીના લગ્નની કંકોત્રી લઈને પરિવાર સાથે મુંબઈના સિિÙવિનાયક મંદિરે પણ ગયા હતા. જ્યાં તેઆે સફેદ કુતાર્-પાયજામામાં તેમજ તેમના પત્ની નીતા અંબાણી પતિયાલા સૂટમાં નજરે પડ્યા હતા.

ઈશાના લગ્ન વિશે જણાવાયું છે કે લગ્નની તમામ વિધિ ભારતીય પરંપરા, સંસ્કાર અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કરાશે. લગ્ન અગાઉના વીકએન્ડમાં અંબાણી અને પીરામલ પરિવાર પોતાના દોસ્તો અને પરિવારજનોને ઉદયપુર બોલાવશે જ્યાં સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઆે સાથે તેમનું સ્વાગત કરવામાં આવશે.

ઈશા અને બિઝનેસમેન આનંદની સગાઈ 21 સપ્ટેમ્બરે ઈટાલીના લેક કોમોમાં થઈ હતી. આ દરમિયાન બંને પરિવારના ખાસ મહેમાનો હાજર રહ્યા હતા. સૂત્રોના અનુસાર આનંદે મહાબળેશ્વના એક મંદિરમાં ઈશા અંબાણીને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. આનંદ અને ઈશા ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા, જેના પછી બંનેએ આ વર્ષે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

Comments

comments

VOTING POLL