મુખ્યમંત્રીના ઘર સામે આત્મ વિલોપનનો નિષ્ફળ પ્રયાસ

May 30, 2018 at 3:53 pm


પડધરી તાલુકાના નાની અમરેલી ગામે રહેતા દલિત યુવાન પર પુર્વ આયોજીત કાવતરૂ રચી 14થી વધુ શખસોએ જીવલેણ હુમલો કરવાના પ્રકરણમાં યુવાનની પત્નીએ કાવતરૂ રચનાર ભાજપના અગ્રણી સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર અને એસપીને લેખીત રજૂઆત કર્યા બાદ આજે ન્યાય નહી મળે તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘર સામે આત્મ વિલોપનની ચીમકી આપી હોય જેના પગલે પોલીસે મુખ્યમંત્રીના ઘર સામે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દરમિયાન આજે સવારે આત્મ વિલોપન કરવા આવેલી ત્રણ મહિલા સહિત ચારની પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત મુજબ પડધરીના નાની અમરેલી ગામે રહેતા રમેશ રાણાભાઈ મકવાણા નામના યુવાને અગાઉ ગામમાં આવેલ નિલકંઠ પેપર મીલ નામના કારખાનામાંથી પ્રદુષણ ફેલાતું હોય જે અંગે અવાજ ઉઠાવતા પેપર મીલના સંચાલકો સહિત 14થી વધુ શખસોએ યુવાન પર જીવલેણ હુમલો કરતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ બાદ પડધરી પોલીસ સમક્ષ યુવાને ફરિયાદમાં ભાજપના અગ્રણીએ કાવતરૂ રચી હુમલો કરાવ્યાનું એફઆરઆઈમાં સ્પષ્ટ જણાવ્યું હોવા છતાં પોલીસે ભાજપ અગ્રણી વિરૂધ્ધ કોઈ કાર્યવાહી નહી કરતા અને કાવતરાની કલમનો ઉમેરો નહી કરતા જીવલેણ

હુમલાનો ભોગ બનનાર રમેશ રાણાની પત્ની હેતલબેને અગાઉ જિલ્લા કલેકટર અને એસપીને લેખીત રજૂઆત કરી કાવતરાની કલમનો ઉમેરો કરવા અને ભાજપના અગ્રણી સામે કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માગણી કરી હતી. સાથે સાથે ન્યાય નહી મળે તો તા.30/5ના સવારે 11 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘર સામે આત્મ વિલોપન કરવાની ચીમકી આપી હતી.

આત્મ વિલોપનની ચીમકીના પગલે આજે શહેર પોલીસ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈના ઘર પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ફાયર સેફટીના સાધનો સાથે ફાયર કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન આત્મ વિલોપનની ચીમકી આપનાર હેતલ રમેશ મકવાણા રહે. નાની અમરેલી, દક્ષા કિશોર મહીડા રહે. આંબેડકરનગર, ધમિર્ષ્ઠા જગદીશ ખીમસુરીયા અને સંજય ગીરધર ખીમસુરીયા રહે. આંબેડકરનગર આત્મ વિલોપનનો પ્રયાસ કરવા ધસી આવતા બંદોબસ્તમાં રહેલા ડીસીપી કરણરાજ વાઘેલા સહિતનો પોલીસ કાફલા સાથે ઝપાઝપી બાદ ચારેયની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL